વાંકાનેર પાલિકામાં સત્તા જાળવવામાં ભાજપ સફળ, 28માંથી 21 બેઠકો મળી
04:51 PM Feb 18, 2025 IST | Bhumika
તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય
Advertisement
વાંકાનેર નગરપાલિકાની 11 માસ માટે યોજાયેલ પેટા ચૂંટણી માટે આજરોજ મતગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 28 બેઠકો પૈકી 13 બેઠકો બિનહરીફ થયા બાદ 15 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી, જેમાં વિપક્ષની મજબૂત ટક્કર અને ભાજપના આંતરિક જૂથવાદ બાદ પણ ભાજપને નગરપાલિકામાં સત્તા જાળવી રાખવામાં સફળતા મળી છે. આજે જાહેર થયેલા ચુંટણી પરિણામોમાં 21 ભાજપ, 05 કોંગ્રેસે, 01 બસપાએ, અને 01 આમ આદમી પાર્ટીએ બેઠકો પર વિજય મેળવ્યો છે વાંકાનેરમાં આપનુ ખાતુ ખૂલ્યુ છે.
વોર્ડ નં.3માં આપના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો વિજય થયો છે. જયારે વોર્ડ નં.4માં આખી પેનલ કોંગ્રેસની જીતી છે. જયારે તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટાપચૂંટણીમાં કોંગ્રેસના સુજાના યાકુબભાઇ શેરસીયાનો 642 મતથી વિજય થયો હતો.
Advertisement
Advertisement