ભાજપ પ્રદેશ પ્રમુખ પુષ્પોને બદલે માત્ર પુસ્તકો સ્વીકારશે
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે 10 ઓક્ટોબરથી ગુજરાત પ્રવાસે નિકળશે. તેઓ અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને પોતાના પ્રવાસની શરુઆત કરશે.તેઓ 7 દિવસમાં 6 મહાસંમેલન તથા જાહેરસભાઅને રોડ શો કરશે.
પ્રદેશ પ્રમુખે તેઓ જે શહેરમાં આવે ત્યાના કાર્યકરોને કોઇપણ સભામાં મોમેન્ટો અને ફુલહાર ન લાવવા અપીલ કરી છે. તેમણે ફુલહારના બદલે નોટબુક તથા પુસ્તક ખરીદવાની અપીલ કરી છે. જરૂૂરિયાતમંદ બાળકો માટે પુસ્તક ખરીદવા અપીલ તેમણે કરી છે.
જગદીશ વિશ્વકર્મા 11 ઓક્ટોબરે સુરતમાં જાહેરસભા કરશે તો 14 ઓક્ટોબરે સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વડોદરામાં રોડ શો કરશે તેઓ 15 ઓક્ટોબરે રાજકોટ અને મોરબીમાં મહાસંમેલન યોજશે તથા 17 ઓક્ટોબરે અમદાવાદના રિવરફ્રન્ટમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે.
પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે ગુજરાતના પ્રવાસ પહેલા જગદીશ વિશ્વકર્મા એ મહત્વનો નિર્ણય કર્યો છે અને કોઇપણ સ્વાગત સ્થળ, સભા કે સંમેલન સ્થળ પર મોમેન્ટો અને ફૂલહાર ના લાવવા કાર્યકર્તાઓને અપીલ કરી છે. તેમણે ફૂલહાર અને મોમેન્ટો ના બદલે નોટબુક અને પાઠયપુસ્તક ખરીદી કરી જરુરિયાતમંદોને આપવા અપીલ કરી હતી.તેમણે કહ્યું કે અંબાજી દર્શન કરીને તેઓ પ્રવાસની શરુઆત કરશે. પહેલા કલોલની બજારમાં ૠજઝ રિફોર્મના પોસ્ટર વોર શરૂૂ કરશે,