For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ શહેરમાં કાલે, જિલ્લામાં શુક્રવારે ભાજપની સેન્સ

01:40 PM Nov 04, 2025 IST | admin
રાજકોટ શહેરમાં કાલે  જિલ્લામાં શુક્રવારે ભાજપની સેન્સ

ઉપપ્રમુખ-મંત્રી-મહામંત્રી અને કોષાધ્યક્ષ સહિતના હોદ્દાઓ માટે બે-બે નિરીક્ષકો સેન્સ લેશે

Advertisement

સંકલનમાં ભલામણો બાદ ત્રણ-ત્રણ નામોની પેનલો બનશે, સંગઠનમાં સાત મહિલાઓને મળશે હોદ્દા

ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ દ્વારા શહેર - જિલ્લાના સંગઠનોમાં બાકી રહેતી પ્રમુખ સિવાયની નિમણુંકો માટે શરૂ કરાયેલી પ્રક્રિયાના ભાગરૂપે આવતીકાલે તા. 5 ના રોજ રાજકોટ શહેર તથા તા. 7 ના રોજ શુક્રવારે રાજકોટ જિલ્લા ભાજપના સંગઠન માટે પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ પ્રક્રિયા તા. 10 સુધીમાં પુર્ણ કર્યા બાદ ગમે ત્યારે પ્રદેશ કક્ષાએથી નિમણુંકો જાહેર કરવામા આવનાર છે. શહેર-જિલ્લાના પ્રમુખ સિવાયના 20 હોદાઓ માટેના સંગઠનમાં 7-7 મહિલાઓને પણ નિમણુંકો આપવામાં આવનાર છે.

Advertisement

મળતી માહિતી મુજબ રાજકોટ શહેર ભાજપના 8 ઉપપ્રમુખ, 8 મંત્રી તથા 3 મહામંત્રી અને 1 કોષાધ્યક્ષ માટે આવતીકાલે સવારે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામા આવનાર છે. શહેર ભાજપમાં સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ દ્વારા અમદાવાદના પુર્વ મેયર બિજલબેન પટેલ તથા ભાજપના પુર્વ મહામંત્રી ભરતસિંહ પરમારની નિમણુંક કરવામાં આવી છે. આ બંને નિરીક્ષકો આવતીકાલે સવારે શહેર ભાજપ કાર્યાલયે ભાજપના અપેક્ષીતોની વ્યાખ્યામાં આવતા સાંસદો, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, પુર્વ પ્રમુખો, પ્રદેશ હોદેદારો વિગેરેની સાથે ચર્ચા કર્યા બાદ જે નામો રજુ થાય તેમાંથી પ્રમુખ, મહામંત્રી તથા મંત્રીપદ માટે 3-3 નામોની પેનલ બનાવી પ્રદેશ કાર્યાલયને સુપ્રત કરશે અને પ્રદેશ કાર્યાલયમાંથી આખરી નામ જાહેર કરવામાં આવશે.

જયારે જિલ્લા ભાજપના સંગઠન માટે આગામી શુક્રવારના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ નિરીક્ષકો દિનેશ પ્રજાપતિ અને ઋચિત ભટ્ટ અપેક્ષીતો સાથે ચર્ચા વિચારણા બાદ 3-3 નામોની પેનલો બનાવી પ્રદેશ ભાજપમાં રજુ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement