ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાજપમાં ભરતી મેળો: મહેશ વસાવા-મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા

01:38 PM Mar 11, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

લોકસભા પહેલા ગુજરાતના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP) પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે સી.આર પાટીલે આ બંને નેતાઓ અને તેમના સમર્થકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવ્યા છે.

આજે ગાંધીનગરમાં કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઇ હતી. આજેની વેલકમ પાર્ટીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ વેલકમ પાર્ટીમાં પૂર્વ MLA મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા, આ ઉપરાંત પાલનપુરના પૂર્વ MLA મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા.

સંજયભાઈ મોરી જગદીશભાઈ પટેલ, બાલુભાઈ છોટુભાઈ વસાવા, કનુભાઈ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લાના AAPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.

Tags :
BJPgujaratgujarat newsMahesh PatelMahesh Vasavapolitical newsPolitics
Advertisement
Advertisement