નવનિયુકત પ્રદેશ અધ્યક્ષને આવકારવા ભાજપ સજજ
શહેર અને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી, હિરાસર એરપોર્ટથી રાજકોટ સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન
રેસકોર્ષ મેદાનમાં અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે
ગુજરાત ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્ર્વકર્મા સંગઠનને વધુ મજબુત બનાવવા માટે ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે ત્યારે ઠેર - ઠેર તેમનુ ભવ્ય સ્વાગત ભાજપ દ્વારા કરવામાં આવ્યુ છે. આવતીકાલે તેઓ રાજકોટના પ્રવાસે આવતા હોવાથી શહેર અને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી કરવામા આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષને મુલાકાતને બદલે બેઠકો મળી રહી છે તેમજ હિરાસર એરપોર્ટથી રાજકોટ સુધી ભવ્ય સ્વાગત રેલી યોજવામા આવશે. જેમા મોટી સંખ્યામા લોકો જોડાશે તેમજ રેસકોર્ષ મેદાનમા અભિવાદન સમારોહ યોજવામા આવશે જેમા શહેર અને જિલ્લામાંથી લોકો ઉમટી પડશે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની આગેવાની હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહયો છે. શહેર ભાજપનાં ઉપપ્રમુખ, મહામંત્રી સહિતનાં તમામ કાર્યકરો નવનિયુકત પ્રદેશ ભાજપ પ્રમુખો આવકારવા થનગની રહયા છે.
તેમના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત નવનિયુકત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આવતીકાલે તા.15ને બુધવારના રોજ રાજકોટ શહેરના કાર્યકર્તાઓની મુલાકાતે આવતાં હોય તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને અભિવાદન થાય તે માટે રાજકોટ રાજકોટ મહાનગર, રાજકોટ જીલ્લા અને મોરબી જીલ્લા ભાજપના સંયુકત ઉપક્રમે શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અને જાજરમાન સ્વાગત અને અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેરીજનોને પણ ભાવભર્યુ સ્વાગતમાં ભાગ લેવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, શહેર પ્રમુખ ડો. માધવ દવે, લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેરના વિધાનસભાના ધારાસભ્યઓ તેમજ અભિવાદન અને સ્વાગત કાર્યક્રમના ઈન્ચાર્જ પૂર્વ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા સહિત રાજકોટ સંગઠનના હોદ્દેદારોએ જાહેર અનુરોધ કર્યો છે.રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા માર્ગદર્શન હેઠળ તેમજ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયાની આગેવાની હેઠળ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી ગુજરાત રાજ્યના પ્રવાસ અંતર્ગત આવતીકાલે તા.15ના રોજ રાજકોટ પધારશે.તેમને સત્કારવા અભિવાદન સમારોહની તૈયારીના ભાગરૂૂપે રાજકોટ જીલ્લાની બેઠક સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાઈ તેમજ રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષના અભિવાદન સમારોહની તૈયારી અંતર્ગત જીલ્લાના 17 મંડલ કક્ષાએ એક સાથે, એક સમયે બેઠકો યોજાઈ. તેમજ રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ તેમજ રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાની અધ્યક્ષતામાં ઝૂમ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ અભિવાદન સમારોહમાં 21000 કાર્યકર્તાઓ જોડાય અને હીરાસર એરપોર્ટથી રેસકોર્ષ સુધી 2000 કારના કાફલા સાથે ભવ્યાતિભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપા અધ્યક્ષને આવકારવા કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય ઇન્ચાર્જ હરેશભાઈ હેરભા તેમજ જુદા-જુદા વિભાગના ઈન્ચાર્જોની નિમણુક કરી કાર્યક્રમનું માઈક્રો પ્લાનિંગ કરતા રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માંકડિયા અને જીલ્લા ભાજપ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.