રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાજપ પ્રમુખ પાટીલને મહેસાણા કોર્ટનું તેડું, 1 માર્ચે હાજર થવા સૂચના

04:30 PM Feb 22, 2024 IST | Bhumika
Advertisement

મહેસાણા ચીફ કોર્ટમાં 1 માર્ચના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને હાજર રહેવાનું ફરમાન આવ્યું છે. નકલી સરકારી અધિકારીના કેસમાં ફરિયાદ થઈ હતી. જેમાં કથિત આરોપી ભરત નાયક મહેસાણાનો હોઈ આ કેસ મહેસાણા ચીફ કોર્ટમાં ચાલવા માટે ટ્રાન્સફર થયો હતો. ચીફ કોર્ટે આ કેસમાં સાહેદોના નિવેદનો લીધા હતા અને તે બાદ સુઓમોટો અંતર્ગત સીઆર પાટીલને સાક્ષી તરીકે હાજર થવા ફરમાન મોકલ્યું છે.

Advertisement

મહેસાણા ચીફ કોર્ટે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને સાક્ષી તરીકે હાજર થવા સમન્સ કાઢ્યું છે. બે દિવસ અગાઉ કોર્ટે કાઢેલા સમન્સમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર ન રહેતા આ વખતે એટીએસને બોલાવીને સમન્સ બજાવણી માટે મોકલ્યું છે. તેમને 1 માર્ચે હાજર રહેવા તાકીદ કરી છે.

આ કેસમાં સાક્ષી તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું નિવેદન લેવુ જરૂરી હોવાથી તેમને અગાઉ સાક્ષી તરીકે હાજર રહેવા નોટિસ મોકલાઈ હતી. જોકે, 20 ફેબ્રુઆરીના રોજ તેઓ હાજર રહ્યા ન હતા. તેથી કોર્ટે ફરીથી તેમના નામનું સમન્સ કાઢીને બજવણી માટે મોકલી આપ્યું હુતં. આ કેસની મુદત 1 માર્ચે આપવામાં આવી છે. આ દિવસે સીઆર પાટીલને હાજર રહેવા જણાવાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બહુચર્ચિત કેસની તપાસ એટીએસ કરી રહી છે. ચર્ચા છે કે, તપાસનીસ અધિકારીઓએ આ કેસમાં સીઆર પાટીલનું નિવેદન લીધું જ નથી. કથિત આરોપીએ ફોન કર્યો તેનું નિવેદન તપાસનીસ અધિકારીઓએ રજૂ કરેલી ચાર્જશીટમાં મૂકેલ નથી, તેમજ તેમનો કોઈ જ ઉલ્લેખ તેમાં કરાયો નથી. માત્ર સીઆર પાટીલને ફોન કર્યો હોવાનો ઉલ્લેખ કાયો છે. તેથી તેમને સાક્ષી તરીકે હાજર રહેવા ફરમાન મોકલાયું છે.

Tags :
c r patilgujaratgujarat newsMehsana court
Advertisement
Next Article
Advertisement