For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ આયોજિત ગણપતિ મહોત્સવનો પ્રારંભ

04:50 PM Sep 07, 2024 IST | Bhumika
ભાજપ આયોજિત ગણપતિ મહોત્સવનો પ્રારંભ
Advertisement

શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવના ઈન્ચાર્જ મુકેશ દોશી, મુખ્ય માર્ગદર્શક સાંસદ પરશોતમભાઈ રૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ્ા ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, વિધાનસભા-68 ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, વિ.69 ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, વિધાનસભા-70 ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મહામંત્રી અશ્વિન મોલીયા,ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા,મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ પ્રમુખ રમેશભાઈ રૂપાપરા,કમલેશ મીરાણી, વિક્રમભાઈ પુજારા-ચેરમેનશ્રી, શિક્ષ્ાણ સમિતિ, નરેન્દ્રસિંહ જાડેજા,-ડે.મેયર, જયમીનભાઈ ઠાકર- સ્ટે.ચેરમેન, લીલુબેન જાદવ- શાસકપક્ષ્ા નેતા, મનીષ રાડીયા- શાસકપક્ષ્ા દંડક, પુષ્કરભાઈ પટેલ-પૂર્વ સ્ટે.ચેરમેન, અશ્વિનભાઈ પાંભર-કોર્પોરેટર ,કેતનભાઈ પટેલ-કોર્પોરેટર, જીતુભાઈ કોઠારી-પૂર્વ મહામંત્રી શહેર ભાજપ, કિશોરભાઈ રાઠોડ-પૂર્વ મહામંત્રી રાજકોટ શહેર ભાજપ, નરેન્દ્રસિંહ ઠાકુર -પૂર્વ મહામંત્રી રાજકોટ શહેર ભાજપ, મયુરભાઈ શાહ-કોષાધ્યક્ષ્ા સહીતના મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન તા.7 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિનથી 16 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત શ્રી સિધ્ધિ વિનાયક ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ ધ્વારા સિધ્ધિ વિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન કવિ રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) રેસકોર્ષ ખાતે કરવામાં આવેલ છે.આજે વાજતે-ગાજતે સિધ્ધિ વિનાયક ગણપતિ મહારાજની વર્ણાંગિ સાથે પ્રારંભ થયો હતો. આ શહેર ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં રોજેરોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષ્ાણીક સંસ્થાના આગેવાનો ધ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે આજે સોની સમાજ, પ્રજાપતિ સમાજ, સુથાર સમાજ,વાણંદ સમાજ, સતવારા સમાજ, સીંધી સમાજ, દિવ્યાંગો, થેલેસેમીયા, વિકલાંગ, સલાહકાર સમિતિ, વિવેકાનંદ બોર્ડ, નહેરૂ ચેર કમિટિ મહાઆરતીનો લાભ લેશે આજે સાંજે 6-30 કલાકે શહેરના વોર્ડ નં.1 તથા ર ના ભાજપ અગ્રણી આગેવાનો અને કાર્યર્ક્તાઓ મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવશે. આજના મહાઆરતીના ઇન્ચાર્જ મહેશ રાઠોડ જવાબદારી સંભાળી રહયા છે.

રાજભા ગઢવી સાથી કલાકારો દ્વારા કાલે ભવ્ય લોકડાયરો

Advertisement

શહેર ભાજપ દ્વારા ગણપતિ મંગલ મહોત્સવમાં સિધ્ધી વિનાયક ધામ ખાતે દ22ોજ સાંસ્કૃતીક કાર્યક્રમોનુ આયોજન ક2વામાં આવેલ છે તે અંતર્ગત આવતીકાલે તા. 8 સપ્ટેમ્બ2ના 2ોજ 2ાત્રે 9.00 કલાકે 2ાજભા ગઢવી અને સાથી કલાકા2ો ધ્વા2ા ભવ્ય લોકડાય2ાનો કાર્યક્રમ યોજવામાં આવના2 છે. તો આ કાર્યક્રમમાં 2ાજકોટ શહે2ના પ્રજાજનોને ઉમટી પડવા જાહે2 અનુ2ોધ ક2તાં શહે2 ભાજપ પ્રમુખ અને શ્રી ગણપતિ મંગલ મહોત્સવના ઇન્ચાર્જ મુકેશ દોશી અને મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિ2ેન્દ્રસિંહ ઝાલાએ અનુ2ોધ ક2ેલ છે.

મેયર બંગલેથી ગણપતિ મહારાજની વાજતે-ગાજતે વર્ણાંગી નિકળી

સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન ક2વામાં આવેલ છે. જે અંતર્ગત આજે ગણેશચતુર્થી નિમિતે શહે2ના મેય2 બંગલેથી ગણપતિ મહા2ાજની વાજતે-ગાજતે વર્ણાંગી નીકળી હતી. શહે2 ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ મુકેશભાઈ દોશીના ભાલ પ2 કુમકુમ તિલક ક2ી અને ગણપતિ બાપાનું અર્ચન ક2ી ગણપતિ બાપા મો2યા ના નાદ સાથે વર્ણાગીનો શુભા2ંભ થયો હતો. ગણપતિ બાપાની સવા2ી ઢોલ-નગા2ા, ડી.જે.ની 2મઝટ સાથે સિધ્ધી વિનાયક ધામ ખાતે પહોંચી હતી. ત્યા2બાદ ગણપતિ મહા2ાજની ભવ્ય પ્રતિમાનું વેદોક્ત મંત્રોચ્ચા2 સાથે તેમજ શાસ્ત્રોક્ત વિધિથી કર્ણાટકના પૂર્વ 2ાજયપાલ વજુભાઈ વાળાના હસ્તે સ્થાપન-પૂજન-અર્ચન ક2ી સિધ્ધી વિનાયક ધામ, 2ેસકોર્ષ ખાતે ગણપતિ દાદાનું સ્થાપન ક2ાયું હતું અને ગણેશ મહોત્સવનો પ્રા2ંભ ક2ાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement