દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના MLA અરૂણસિંહ રાણાએ પોકાર્યું ખુલ્લું બંડ
ભરૂૂચ દૂધધારા ડેરીની ચૂંટણી હવે રાજકીય રંગ ધારણ કરી રહી છે. ધારાસભ્યએ પક્ષના મેન્ટેડ સામે બળવો કર્યો છે. ભરૂૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સસ્પેન્શનથી ધારાસભ્ય અરૂૂણસિંહ રણાને મોટો ફટકો પડ્યો છે. ભરૂૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરૂૂણસિંહ રાણાની પેનલના 6 અને નર્મદાના 3 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા ભાજપનો આંતરીક કલહ સપાટી પર આવ્યો છે.
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા એ ભાજપના ઉમેદવારોની પેનલ સામે વિકાસ પેનલ ચૂંટણી મેદાને ઉતારી છે. પક્ષે આકરા પાણી બતાવતા અરુણસિંહ રાણાએ કહ્યું કે, સસ્પેન્ડ કરવાનો કોઈ અર્થ નથી. આનાથી કોઈ ફરક પડે નહીં. અમારી વિકાસ પેનલ ચૂંટણી લડશે અને જીતશે કેમકે, કાર્યકરોનો સાથ-સહકાર છે. ભાજપના કાર્યકરોની ફોજ છે તે પૈકી સક્રિય કાર્યકરોને પણ ઉમેદવાર તરીકે પસંદ કરાયા નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે. કાર્યકરોની ધરાર અવગણના કરાઇ છે.
આમ, દૂધધારા ચૂંટણીમાં ખુદ ભાજપના ધારાસભ્યએ જ બળવાખોરોની આગેવાની લીધી છે. ભાજપને રાજકીય દબદબો જાળવી રાખવા માટે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવું ભારે પડી રહ્યું છે. બીજીવાર ભાજપને આવા આંતરિક વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
ધારાસભ્ય અરૂૂણસિંહ રણાની પેનલમાંથી પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ એક નહીં પણ 12 ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે. અરુણસિંહ રણાના સમર્થનમાં ઊભેલા 3 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પ્રકાશ દેસાઈને માજી ચેરમેન ઘનશ્યામ પટેલે બિનહરીફ બનાવી દીધો છે. પણ ધારાસભ્ય અરૂૂણસિંહ રણાએ નમતું ઝોખ્યું નહિ. ઘનશ્યામ પટેલે કહ્યું કે, પોતાના પુત્ર સાગર પટેલ સહિત ભાજપનો મેન્ડેટ ન મેળવનાર કેટલાક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી લીધા છે. બીજી તરફ અરુણસિંહ રણા અને પ્રકાશ દેસાઈ તેમની પેનલને ચૂંટણી લડાવવા મક્કમ છે.