આવાસ યોજના દસ્તાવેજની ફી વધારા અંગે ભાજપ લીગલ સેલની સફળ રજૂઆત
શહેર ભાજપ લીગલ સેલ દ્વારા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન કમિશ્નરને અપાયેલ આવેદનમાં રજુઆત કરાઈ હતી કે, આશરે નવ વર્ષ પહેલા મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ આવાસ યોજનાના દસ્તાવેજની કામગીરી કરવા માટે પેનલ એડવોકેટોને દસ્તાવેજ દીઠ વકીલ ફી રૂૂા.1,000/- નિયત કારયેલ, પરંતુ જે તે વખતે દસ્તાવેજની કામગીરી ઓફલાઈન થતી હોય સરળતાથી અને ઝડપથી દસ્તાવેજની કામગીરી થઈ જતી હતી. ગત 15 ઓગસ્ટ, 2022 થી રાજય સરકાર દ્વારા દસ્તાવેજની તમામ કામગીરી જેવી કે, ઓન લાઈન મિલ્કતની વિગત, એપોઈન્ટમેન્ટ, મિલ્કતની ઈન્ડેક્ષ, પક્ષકારોની માહિતિ, નોંધણી ફી, ઈ-સ્ટેમ્પીંગ સહિતની તમામ કામગીરી ઓનલાઈન ફરજીયાત એડવોકેટો દ્વારા કરવાની થતી હોય, જેથી એક દસ્તાવેજની નોંધણીની કામગીરીમાં આશરે 3 થી 4 કલાક જેટલો સમય થતો હોય છે.
શહેરના રેવન્યુ એડવોકેટો દ્વારા દસ્તાવેજ નોંધણીમાં ઓનલાઈન કામગરી વધી જતાં ઓગસ્ટ-2022 થી દસ્તાવેજની ફી મીનીમમ રૂૂા.10,000/-, તેમજ ડેટા એન્ટ્રી રૂૂા.1,500/- તથા ઓનલાઈન એપોઈઝટમેન્ટ રૂૂા. 1,000/- નકકી કરાયેલ, અને આ ફી ના ધોરણ મુજબ રેવન્યુ ક્ષેત્રના એડવોકેટોઓ દ્વારા આવાસ યોજના સિવાયના દસ્તાવેજમાં અસીલો પાસેથી આ ફી વસુલ કરાય છે. છેલ્લા ઘણા વર્ષોથી તમામ ક્ષેત્રે મોંધવારી બેકાબુ બનેલ છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આવસ યોજનાના દસ્તાવેજમાં ફ્રી વધારો કરવો ખુબજ જરૂૂરી છે. નવ વર્ષ પહેલા સબ-રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની કામગીરી ઓફલાઈન થતી હતી ત્યારે નિયત કરાયેલ ફી બરાબર હતી, પણ હવે દસ્તાવેજની ઓનલાઈન નોંધણીની તમામ કામગીરી એડવોકેટ દ્વારા કરવાની થતી હોય અને કામગી2ી વધી ગયેલ હોય ફીનું ધોરણ વધારી દસ્તાવેજ દીઠ મીનીમમ ફી વધારો કરી આપવા રજુઆત કરાઈ હતી.
આવાસ યોજનાના લાભાર્થીઓ સામાન્ય પરીવા2માંથી આવતા હોય તેઓની આર્થિક સ્થિતિ જોતાં વકીલોને યોગ્ય પ્રમાણમાં દસ્તાવેજ ફી મળી રહે તે પ્રમાણે દસ્તાવેજ ફી માં વધારો કરવા શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેએ શહેર ભાજપ લીગલ સેલના હોદેદારો સાથે રહીને મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરતાં આવાસ યોજનાના દસ્તાવેજની ફી રૂૂપીયા ત્રણ હજાર કરવાનો હુકમ કર્યો હતો. આ સફળ રજુઆતમાં શહેર ભાજપ લીગલ સેલ સંયોજક પિયુષભાઈ શાહ, સહ-સંયોજક કમલેશ ડોડીયા, એડવોકેટ રાજેન્દ્રસિંહ ઝાલા, ડી. ડી. મહેતા, વિજય ભટ્ટ, હેમેન્દ્ર જોષી, એન. જે. પટેલ, જે. આર. ફુલારા, વિરેન વ્યાસ, અજય ઠકરાર, હેતલબેન ખગ્રામ, નિશાબેન લુણાગરીયા, નિતાબેન અદાણી, માનસીબેન પરમાર, હિતેષ ગઢવી, ભાર્ગવ ચાવડા, હિતેષ મકવાણા, એ. આર. જોષી, હિતેષભાઈ દવે, જે. એચ. દવે, મુનિરાબેન સૈયદ, સરોજબેન, હિરલબેન જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.