ગોપાલ ઈટાલિયાના વખાણ કરતી ભાજપના નેતા નિલેશ ધુલેશિયાની પોસ્ટ વાયરલ
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરે મોરા અને ચેલેન્જની રાજનીતિએ ભારે ચર્ચા જગાડી હતી. જ્યારે, ગઈકાલે બંને નેતાઓની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ફરી એકવાર ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. દરમિયાન, ભાજપનાં એક નેતા ગોપાલ ઈટાલિયા પર આફરીન થયા છે. ભાજપ નેતાની પોસ્ટે રાજકીય ચર્ચા જગાડી છે.
જુનાગઢ ભાજપના જાણીતા નેતા નિલેશ ધૂલેશિયાની એક સોશિયલ મીડિયા પોસ્ટ હાલ ખૂબ વાઇરલ થઈ રહી છે. આ ફેસબુક પોસ્ટમાં તેમણે અઅઙ નેતા ગોપાલ ઇટાલિયાના વખાણ કર્યા છે. ગોપાલ ઈટાલિયાએ ઈખ ભૂપેન્દ્ર પટેલને મળી પોતાનાં મતવિસ્તારનાં નાગરિકોની સમસ્યા અને પ્રશ્નોની રજૂઆત કરી હતી. ગોપાલ ઇટાલિયાની આ રજૂઆતે નિલેશ ધૂલેશિયાએ આવકારી છે. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, વાહ ગોપાલભાઈ... જાહેર જીવનમાં આપે ઉઠાવેલ આ વિષયને બિનરાજકીય રીતે મૂલવીએ તો...
નિલેશ ધૂલેશિયાની ફેસબુક પોસ્ટમાં ટીપીનો અંગ્રેજોથી ખરાબ કાળો કાયદો, સરકાર ચૂપ રહે અને સરકારને કંઈ ફેર ન પડે, ખેડૂતોની ખેતીની જમીન 40 ટકા કાપી લેવી, જૂની બિનખેતીમાંથી 20 ટકા જામીન કાપી લેવી સહિતનાં વિવિધ મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરાયો છે. જો કે, આપ નેતા ગોપાલ ઇટાલિયાને આવકારતી ભાજપ નેતા નિલેશ ધૂલેશિયાની આ પોસ્ટથી હવે ભાજપ સંગઠન દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવશે તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.