For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ નેતાએ બનાવી નવી પાર્ટી BJP(S) પંચ પાસે ‘હાથમાં કમળ’ નિશાન માગ્યું

04:29 PM Mar 29, 2024 IST | Bhumika
ભાજપ નેતાએ બનાવી નવી પાર્ટી bjp s  પંચ પાસે ‘હાથમાં કમળ’ નિશાન માગ્યું
  • ભાજપના કોંગ્રેસીકરણથી નારાજ અરવિંદ સિંધા તમામ બેઠકો ઉપર ઉમેદવારો રાખશે ઊભા

જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ટીકિટ આપતાં મામલો વધારે બિચક્યો છે. ત્યારે હવે વડોદરામાં ભાજપના એક નેતાએ નવી પાર્ટી બનાવી છે. જેનું નામ BJP(S) આપ્યું છે. ચૂંટણી પંચ પાસે ભાજપ(Sનું ચૂંટણી ચિન્હ હાથમાં કમળ મેળવીને ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે.

Advertisement

ભાજપના નેતા અરવિંદ સિંધાએ ભાજપ (S) એટલે કે, શ્યામા પ્રસાદ મુખર્જી ટીમ બનાવવાની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં ચૂંટણીપંચમાંથી મંજૂરી મેળવી આવનારી ચૂંટણીઓમાં ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા અસંતુષ્ટ થયેલ ઉમેદવાર, નેતા અને કાર્યકરોને ચૂંટણીનાં ઉમેદવારો જાહેર કરીને ચૂંટણી લડાવવાની વાત તેઓએ કરી છે અને ચૂંટણી પંચ પાસે ભાજપ(S)નું ચૂંટણી ચિન્હ પહાથમાં કમળથ મેળવવામાં આવશે.અરવિંદ સિંધાએ જણાવ્યું હતું કે, આઝાદી પછીની વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સરકારના ઉદ્યોગમંત્રી શ્યામાપ્રસાદ મુખર્જીએ હિન્દુ વિચારધારાને લઇને ભારતીય જનસંઘની સ્થાપના વર્ષ 1951માં કરી હતી. જેને લઈને આજે અમે ભાજપ(S)ની સ્થાપના કરી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (S) ઉભી કરવાનું કારણ એ છે કે, અત્યારે ભાજપમાં કોંગ્રેસી નેતા અને કાર્યકરોની ભરતી થવાથી ભાજપના મૂળ પાયાના કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે અને ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેથી ભાજપની છબી ખરડાઈ રહી છે. તેથી, હાલની લોકસભાની ચૂંટણીમાં મતદારો ગૂંચવાઈ ગયા છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરો અને નેતાઓને પણ હોદ્દા ન આપવાથી તેઓ પણ પસ્તાઈ રહ્યા છે. જ્યારે કેટલીક બેઠકો પર કોંગ્રેસ છોડીને આવેલા ધારાસભ્યોને બીજી ટર્મ ટિકિટ પણ મળી રહી નથી અને ભાજપાના મૂળ સંગઠન પ્રદેશ કે, શહેર જિલ્લા સંગઠનમાં પણ કોંગ્રેસમાંથી આવેલાને હોદ્દા પણ મળી રહ્યા નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement