મોવિયામાં સંતની પુણ્યતિથિના કાર્યક્રમમાં ભાજપે શરૂ કરી દીધું સદસ્યતા અભિયાન
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં પસદસ્યતા અભિયાનથ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપનાં પસદસ્યતા અભિયાનથ ને લઈ કોંગ્રેસ દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ગોંડલમાં પણ સદસ્યતા અભિયાનને લઇ કોંગ્રેસ પ્રમુખ દ્વારા સવાલ કરવામાં આવ્યો છે. ગોંડલના મોવિયા ગામે હરદ્દતપુરી બાવાજી બાપુની 373મી પુણ્યતિથિ ધામધૂમપૂર્વક ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના હોદેદારો દ્વારા ભાજપ સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે લોકો પ્રસાદ લેવા આવતા હતા. તેમના મોબાઈલ નંબર લઈ સદસ્યતા અભિયાનમાં જોડાવવાનું કામ ચાલુ કર્યું હતું.
ગોંડલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ કહ્યું કે આખું ગુજરાત જાણે છે તેમ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલુ છે. તેમાં તમે જોવો છો સોશિયલ મીડિયામાં કે ઇન્જેક્શન લેવા જઇ તો સભ્ય બનાવી દેવામાં આવે છે, ખાતર લેવા જાય તો ખેડૂતો સભ્ય બનાવામાં આવે છે. જ્યારે અમારા ગોંડલ તાલુકા અને શહેરના ભાજપના આગેવાનો તો એનાથી પણ બે ડગલા આગળ વધી ગયા છે. વધુમાં જણાવ્યું હતું કે, હમણાં ગઈકાલે ગોંડલ તાલુકાના મોવિયા ગામે હરદ્દતપુરી બાપુના શ્રાદ્ધ નિમિત્તે અંદાજે ત્રીસ હજાર માણસો ભેગા થયેલા ત્યાં ભાજપના 10થી 15 આગેવાનો પહોંચી ગયા અને બધાને પકડી પકડી ને ધરાર પોતના સદસ્યો બનાવાનું ચાલુ કર્યું એનો વીડિયો એક ભાજપ આગેવાના દ્વારા સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે. જો 20 વર્ષથી તમે ગુજરાતમાં શાશન કરતા આવો છો છતાં તમારે ધાર્મિક કાર્યક્રમનો સહારો લેવો પડે, ત્યાં સભ્યો જોડવા પડે તો ગુજરાતની પ્રજાને સમજવું શું? જે બાદ કોંગ્રેસના પ્રમુખે વીડિયોની એક ક્લિપ પણ બતાવી હતી.રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનનો પુત્ર હોદ્દેદારો દ્વારા આ ભાજપ સદસ્યતા અભિયાનમાં જોડવા કામે લાગ્યા હતા.