For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ સરકારે ગ્રાસીમ ઇન્ડ.ના રૂા.280 કરોડ માફ કરી દીધા, મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ

04:49 PM Jul 25, 2024 IST | admin
ભાજપ સરકારે ગ્રાસીમ ઇન્ડ ના રૂા 280 કરોડ માફ કરી દીધા  મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ

કલેકટરે બોજાનોંધ નાખી છતા ફાયદો કરાવ્યો: પૂંજાભાઇ વંશ

Advertisement

સામાન્ય વ્યક્તિ પાણી વેરા પેટે સરકારી બાકી નાણાં ચૂકવે નહીં તો પાણીના કનેક્શન કાપવા અને અને સીલ મારવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે, બીજીતરફ રાજ્ય સરકારે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રી(ઈન્ડિયન રેયોન) વેરાવળના ખાસ કિસ્સામાં રૂૂ. 280 કરોડ માફ કરીને મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે કર્યો છે. જાહેર હિસાબ સમિતિની ભલામણ અને મહેસૂલી નિયમ મુજબ એકવાર બોજો નાખ્યા બાદ માફ થઈ શકતો નથી. તેમ છતાં ભાજપ સરકારે કંપનીને કોના ઈશારે ફાયદો કરાવ્યો તેની તટસ્થ તપાસ કરાવવાની માગ તેમણે કરી છે.

પુંજાભાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગ્રાસીમ કંપની હીરણ-2 ડેમના પાણીનો 1999થી ઉપયોગ કરતી હતી. જળસંપત્તિ વિભાગે નક્કી કરેલા દર મુજબ સરકાર કંપનીને પાણીના બિલ આપતી હતી, 1999થી નવેમ્બર 2023 સુધીના રૂૂ. 434.71 કરોડ વસૂલવાના થતા હતા. જાહેર હિસાબ સમિતિ સમક્ષ મામલો આવતા કંપની પર બોજો નાખવા ભલામણ કરાઈ હતી. કલેક્ટરે કંપની પર રૂૂ. 264.37 કરોડનો બોજો નાખ્યો હતો.

Advertisement

તેમણે કહ્યું કે, ગીર-સોમનાથ સિંચાઈ વિભાગ હેઠળની હીરણ-2 જળાશયના નીચાણવાળા ભાગમાંથી મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. પાણી વાપરે છે. જોકે, કંપનીએ મે-1999થી નવેમ્બર-2023 સુધી બિલ ભર્યું ન હતું. પાણીના વપરાશ પેટે મે-1999થી માર્ચ-2023 સુધી નોર્મલ વોટર ચાર્જિસ, પેનલ્ટી ચાર્જિસ, નોર્મલ વોટર ચાર્જનું વ્યાજ તથા પેનલ્ટીનું વ્યાજ મળી કુલ રૂૂ. 434.71 કરોડ જેટલી રકમ લેણી નીકળે છે. કંપનીએ એપ્રિલ-1999થી વિવાદિત સમયગાળા દરમિયાન ૠઙઈઇના વોટર સેસ મુજબ પાણીના વપરાશ મુજબ પાણીદરોની બાકી મુદ્દલ રકમ એકસાથે એક હપ્તામાં ભરે તો પેનલ્ટી અને વ્યાજની રકમ માફ કરવાની રહે છે, તે મુજબનો હુકમ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે કર્યો હતો.

જે અન્વયે સેટલમેન્ટ બાદ કંપનીને રૂૂ. 157.15 કરોડ ભરવાના થતા હતા અને લગભગ રૂૂ. 280 કરોડ માફ કરવામાં આવ્યા છે. મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. એ સરકારની માનીતી કંપની છે કે તેની આટલી મોટી રકમ માફ કરવામાં આવી છે? મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ગેરકાયદે હીરણ નદીની બાજુમાં કૂવા બનાવી પાણીનો વપરાશ કરતી હતી, જેથી કંપની સામે શિક્ષાત્મક પગલાં લેવાને બદલે કરોડો રૂૂપિયા માફ કર્યા તે શું સાબિત કરે છે? તેવો સવાલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ ઉઠાવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement