જે હાથ પથ્થરમારો કરતા હતા તેને મત પેટી સુધી લાવવાનું કાર્ય ભાજપ સરકારે કર્યુ: ધ્રુવ
જમ્મુ કાશ્મીરની પ્રજાને મુખ્ય ધારા સાથે જોડવાના ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્યને સફળતા
જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો એ માત્ર પરિણામ નથી પરંતુ કાશ્મીરની પ્રજાને મુખ્ય ધારા સાથે જોડવાની એક પહેલ હતી જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સફળ થઈ છે તેમ જણાવતા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે. જમ્મુ કાશ્મીરમાં કોઈ એક પાર્ટીનો નહીં પરંતુ લોકશાહીનો વિજય થયો છે.
હરિયાણા વિધાનસભાનની ચૂંટણીના પરિણામોએ પણ સાબિત કરી આપ્યું છે કે લોકોને નાત જાતના વાડામાં નહીં પરંતુ વિકાસ કાર્યોમાં રસ છે જે વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર છેલ્લા દસ વર્ષથી કરી રહી છે.
એક નિવેદનમાં રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, કાશ્મીરને અલગ દરજ્જો આપતી 370 મી કલમ દૂર કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહે દેશની એકતા અને અખંડિતતા વધુ મજબૂત કરી છે. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને 370 મી કલમ દૂર થયા પછી પ્રથમ વખત શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થઈ છે અને પ્રજા દેશની મુખ્ય ધારામાં જોડાઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ પછી ચૂંટણી યોજાઈ હતી અને સંપૂર્ણ શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે જે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારને આભારી છે.
તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવ એ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને હંમેશા જોડવાનું કાર્ય કર્યું છે અને તેમાં તેઓ સફળ પણ થયા છે. રાજુભાઈ ધ્રુવે પોતાનો વિચાર પૂર્ણ કરતામાં એમ પણ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક વિઝનરી અને વૈશ્વિક નેતા છે તેમના નેતૃત્વમાં ભારત દેશે ઘણી પ્રગતિ કરી છે અને આવનારા વર્ષોમાં પણ વિશ્વભરમાં ભારતનું નામ અગ્રસ્થાને આવે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.