મુન્દ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો દબદબો : તમામ 15 બેઠકો પર વિજય
મુન્દ્રા માર્કેટિંગ યાર્ડની આજે ચૂંટણી યોજવામાં આવી છે જેમાં તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી કુલ 15 બેઠક ભાજપને મળી હતી જેમાં ચાર બેઠકો પર વેપારી પેનલનો વિજય થયો છે 10 બેઠકો ઉપર ખેડૂત પેનલનો વિજય થયો છે અને એક બેઠક ખરીદ વેચાણ સંઘની જે ભાજપને બિન હરીફ આમ તમામ બેઠકો ભાજપના ફાળે આવી છે.
મુન્દ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વિપક્ષનો સફાયો થઈ ગયો છે અને આ ઐતિહાસિક વિષય બદલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે વગેરે અભિનંદન પાઠવ્યા છે એમ ખેડૂત પેનલના વિજેતા ચંદ્રકાંતભાઈ ગોરડીયા ગુજરાત મિરર સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે. મોટી સંખ્યામાં સમર્થકો માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા અને વિજેતા ડાયરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
મુન્દ્રા યાર્ડની ચૂંટણીમાં ખેડૂત પેનલમાં જે વિજેતાઓ થયા છે તેમના નામ આ પ્રમાણે છે ચંદ્રકાંતભાઈ લખુરામ ગોરડીયા ગઢવી અરજણભાઈ રામ સોંધરા નારણ પચાણ જાડેજા શક્તિસિંહ હઠુભા ચૌહાણ કેનજી ખેતુભા રબારી થાવર ગાભા ઘેડા ધનજી ખેતસિં. જાડેજા રોહિતસિંહ શિવુભા જાડેજા મનમોહનસિંહ નવલસિંહ અને ગોયલ માંદેવા શામજી વગેરે ખેડૂત પેનલમાં વિજેતા થયા હતા. તમામને અભિનંદન મળ્યા છે.