For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનરેગા કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસ બધાનું સેટિંગ : મનસુખ વસાવા

04:47 PM Jul 04, 2025 IST | Bhumika
મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બધાનું સેટિંગ   મનસુખ વસાવા

કૌભાંડ આચરનારી એજન્સીએ કોને કેટલા ચૂકવ્યા તેનું લિસ્ટ બતાવ્યાનો દાવો, ગાંધીનગર સુધી રેલો આવતા રાજકીય ગરમાવો

Advertisement

ભરૂૂચ મનરેગા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભરૂૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ધડાકો કરતાં જણાવ્યું છે કે, કામ કરનારી એજન્સીઓ દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, કૌભાંડ આચરનારી એજન્સીના કેટલાક માણસો તેમને મળવા આવ્યા હતા. તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાહેરમાં મીટિંગ કરી હતી. આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી હતી, જેમાં કૌભાંડના ભાગરૂૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂૂપિયાનો ઉલ્લેખ હતો. વિપક્ષના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા છે. તેમાંથી જ કેટલાક શાહુકાર બન્યા છે. વિપક્ષના નેતાઓએ પણ રૂૂપિયા લીધા છે. ભરુચના મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપોએ રાજકીય વર્તુળોમાં ભારે હડકંપ મચાવ્યો છે. પરંતુ તેમના નિવેદનોમાં છેલ્લે આવેલા પલટાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

વસાવાએ કૌભાંડને ગાંધીનગર લેવલનું સેટિંગ ગણાવ્યું હતું. જેમાં એજન્સીને કામ મળે ત્યાં સુધીનું આયોજન હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે અધિકારીઓ, પદાધિકારીઓ સહિત તમામને ફંડ આપવામાં આવ્યું છે, અને આ મામલે ગાંધીનગરથી તપાસની શરૂૂઆત થવી જોઈએ. વસાવાએ કટાક્ષ કરતાં કહ્યું કે, ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી અને દીવા તળે અંધારું છે એ જોતા નથી. તેમના મતે આ કૌભાંડમાં બધાને ટકાવારી મળી છે. જેમાં દરેક પક્ષના લોકો, મંત્રીઓ, સચિવો અને અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સ્વર્ણિમ એજન્સીની તપાસ ન થવા પર પણ સવાલ ઉઠાવ્યો અને માંગ કરી કે માત્ર ભરૂૂચ કે નર્મદા જ નહીં. ગુજરાતમાં મનરેગાના કામોની તપાસ થવી જોઈએ.

Advertisement

ગંભીર આક્ષેપો કર્યા બાદ વસાવાએ લિસ્ટ રજૂ કરવાને બદલે ફક્ત મૌખિક દાવાઓ કર્યા અને આ બધી માહિતી એજન્સીના માણસો દ્વારા તેમને કહેવામાં આવી હોવાનું જણાવ્યું. તેમણે એજન્સીના ખભા પર બંદૂક મૂકીને વાત કરી હોય તેવો ઘાટ સર્જાયો. આશ્ચર્યજનક રીતે મોટા ધડાકા કર્યા બાદ સાંસદ વસાવા પાણીમાં બેસી ગયા અને કહ્યું કે, આ બધું એજન્સીએ કહ્યું એમાં તથ્ય કેટલું છે એ તપાસનો વિષય છે. મનસુખ વસાવા દર વખતની જેમ ગોળ ગોળ ફરીને આમ આદમી પાર્ટી (અઅઙ) પર સીધા આક્ષેપ કરવા પર આવી ગયા. તેમણે અઅઙના સરપંચો અને પદાધિકારીઓના ક્ષેત્રમાં તપાસ કરાવવાની વાત કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement