જસદણ-ધોરાજી-ઉપલેટા-ભાયાવદર પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર
જેતપુરની યાદી જાહેર કરવાના બદલે ઉમેદવારોને સીધા ફોર્મ ભરવાની સૂચના
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ફેબ્રુઆરી 2025માં યોજાનાર ઉપલેટા-ધોરાજી-જસદણ-ભાયાવદર-પાલિકાની યાદી જાહેર કરીદેવામાં આવી છે.
જ્યારે જેતપુરની યાદી મધ્યસ્ત્ર પેટા ચૂંટણી સંદર્ભે રાજકોટ જિલ્લાની નગરપાલિકાની પેટા ચૂંટણીની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પરંતુ જેતપુર પાલિકાની યાદી જાહેર નહીં થતાં ચર્ચા જાગી છે. જો કે, જેતપુર પાલિકાના ભાજપના ઉમેદવારોને સીધા ફોર્મ ભરવા સુચના અપાઈ હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ જેતપુરના ઉમેદવારો બે દિવસ પહેલા જ ફાઈનલ થઈ ગયા હતા અને ગઈકાલે તમામના ફોર્મ ભરાવી દેવામાં આવ્યા હતાં. ગમે તે કારણોસર યાદી જાહેર કરવામાં આવી નથી.
જ્યારે જસદણમાં ગઈકાલે મોડી સાંજ સુધી અમુકબેઠકોના ઉમેદવારો માટે બે જૂથ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી હતી.
અંતે હાઈકમાન્ડે વિટો પાવર વાપરી અમુક નામો ફાઈનલ કરી નાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.


