For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ, વ્યાપાર-ઉદ્યોગક્ષેત્રની સંસ્થાઓનો બજેટને આવકાર

05:02 PM Jul 24, 2024 IST | Bhumika
ભાજપ  વ્યાપાર ઉદ્યોગક્ષેત્રની સંસ્થાઓનો બજેટને આવકાર
Advertisement

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનાં પથ પર અગ્રેસર કરતું બજેટ બદલ પ્રધાનમંત્રી, નાણામંત્રીને અભિનંદન પાઠવતા આગેવાનો: ગરીબ, મહિલા, યુવાન અને અન્નદાતાને ફાયદો કરનારું બજેટ ગણાવ્યું

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત સરકાર બન્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા વર્ષ 2024-25નું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. ગરીબ, મહીલા, યુવાન અને અન્નદાતાને ફાયદો કરનારા બજેટને સાર્વત્રીક આવકાર મળી રહ્યો છે. ભાજપના આગેવાનો હોદેદારો ધારાસભ્યો તથા વ્યાપાર- ઉદ્યોગક્ષેત્રની સંસ્થાઓએ બજેટને આવકાર્યું છે. જયારે કોંગ્રેસે બજેટને નકાર્યુ છે.

Advertisement

ધારાસભ્ય ઉદય કાનગડ
ધારાસભ્ય ઉદય કાનગડએ એન.ડી.એ. સરકારના પ્રથમ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ રજુ કરનાર કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન ધ્વારા રજુ કરવામાં આવેલ 2024-25ના બજેટને આવકારતા જણાવેલ કે છેલ્લા ત્રણ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સતત 8 ટકા ગ્રોથ સાથે આગળ વધી રહયો છે. ભારતમાં સકારાત્મક દૃષ્ટિકોણ, રોકાણ તેની ટોચ ઉપર છે.આ અમૃતકાળનું મહત્વનું બજેટ છે. આ બજેટ દેશવાસીઓની ગૌરવ યાત્રા એક મહત્વપૂર્ણ સીમાચિન્હ અંકિત કરશે. આ બજેટ 2047 સુધીમાં વિકસિત ભારતના દેશના સપનાનો પાયો વધુ મજબૂત કરનારૂૂ નીવડશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની એન.ડી.એ. સરકાર સૌના વિકાસ માટે પ્રતિબધ્ધ છે. છેલ્લા દશ વર્ષોમાં ભારતીય અર્થતંત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે.દેશવાસીઓ આશા અને આશાવાદ સાથે ભવિષ્યને નિહાળી રહયા છે. દેશવાસીઓની આશા અને અપેક્ષા પૂર્ણ કરતા આ બજેટમાં નવ આધારસ્તંભો જેમ કે ખેતીમાં ઉત્પાદકતા, રોજગાર અને ક્ષમતા વિકાસ, સર્વગ્રાહી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઈસ્ટ્રકચર, નવીનતા, સંશોધન અને વિકાસ, નેકસ્ટ જનરેશનના સુધારા માટે અનેકાનેક ઉત્સાહજનક જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોજગાર માટે પાંચ નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના સર્વગ્રાહી વિકાસ માટે આ બજેટમાં અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આમ અમૃતકાળને કર્તવ્યકાળ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતા દેશવાસીઓની આશા, અપેક્ષા અને સપનાઓ સાકાર કરતાં સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બજેટને આવકારી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, નાણામંત્રી નિર્મલા સીતારામન અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડએ અંતમાં જણાવેલ હતું.

ડો.વલ્લભભાઇ કથીરિયા
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ અમૃતકાળના કરમુક્ત કેન્દ્રીય બજેટનું ઉષ્માભર્યું સ્વાગત કરતા નાણાંમંત્રી નિર્મલા સીતારમણને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. ડો.કથીરિયાએ નાણામંત્રીને વિઝન સાથેના આર્થિક સ્થિરતા અને કલ્યાણને પ્રાથમિકતા આપતા બજેટ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ બજેટના માધ્યમથી આરોગ્ય, કૃષિ, પશુપાલન, સંસ્કૃતિ, કલા, રમતગમત અને પર્યટન ક્ષેત્રે ટેકનોલોજી સાથે અનેકવિધ યોજનાઓ પારદર્શી રીતે લોકો સુધી પહોંચે અને જનભાગીદારીથી દેશ વિશ્વમાં ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બનશે તેવો વિશ્વાસ ડો. કથીરિયા એ વ્યક્ત કર્યો હતો.

મનપાના પદાધિકારીઓ
કેન્દ્ર સરકારના આ બજેટને હર્ષભેર આવકારી રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, આ બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ વર્ગ માટે અલગ અલગ યોજનાઓ હેઠળ ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે. જે બદલ આ બજેટ ભારત દેશને સમતોલ અને સર્વાંગી વિકાસ તરફ ચોક્કસપણે આગળ ધપાવશે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન સાકાર કરનારું બની રહેશે. આ બજેટમાં શિક્ષણ, કૃષિ, સહકાર, ઉદ્યોગ, વેપાર, સિંચાઈ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કરેલ જોગવાઈથી દેશનો આર્થિક, તાળખાકીય, ટેકનોલોજીના ક્ષેત્રે દેશનો ખરા અર્થમાં સમતોલ અને સર્વાંગી વિકાસ થશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન ચોક્કસપણે સાકાર થશે તેવું રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું.

જિલ્લા ભાજપ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનએ લોકસભામાં આજે તેમનું ફૂલગુલાબી બજેટ રજુ કરીને દેશની અપેક્ષા મુજબનું બજેટ રજુ કરતા રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, જીલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હૈરભા, રવિભાઈ માંકડિયાએ આવકારતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રમિક વર્ગને ખુબ જ મોટી રાહતો આપી છે. આ વર્ષના બજેટમાં મધ્યમવર્ગ, મહિલાઓ, ખેડૂતો અને પછાતવર્ગને ખુબ જ રાહતો આપતા લોકકલ્યાણ લક્ષી બજેટ ગણાવ્યું હતું. આ વર્ષથી ખેડૂતોને ડિજીટલ ટ્રેનીંગ અને મહિલાઓને આર્થિક સશક્તિકરણ ઉપર ભાર મૂકીને મોદી સરકારે સૌનો સાથ, સૌનો વિકાસના પ્રયાસો હાથ ધર્યા છે. બજેટ 2024ને લઈને પીએમ મોદીએ કહ્યું કે, આ બજેટથી મધ્યમવર્ગને મદદ મળશે. આર્થિક વિકાસને ગતિ મળશે. આ બજેટ સમૃદ્ધિ તરફ લઇ જનારુ બજેટ છે. આ બજેટ થકી કરોડો લોકોને રોજગારી મળશે. દરેક વર્ગને બળ આપનારુ બજેટ છે. આ બજેટ દેશને નવી ઊંચાઈ પર લઈ જનાર છે. બજેટથી અર્થતંત્રને નવી તાકાત મળશે. તેમજ દરેક વર્ગને લાભ પહોંચાડનાર બજેટ છે. બજેટ 2024ને લઈને રાજકોટ જીલ્લા ભાજપ ટીમ, સાંસદો, ધારાસભ્યો, ચુટાયેલા લોકપ્રતિનિધિઓ, મંડલ સંગઠન, જીલ્લા તેમજ મંડલ મોરચા, સહકારી ક્ષેત્રના આગેવાનો સહિત જીલ્લાના તમામ કાર્યકર્તાઓએ સહર્ષ વધાવ્યું છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયાના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ યાદીમાં જણાવે છે.

ભાજપ મીડિયા અગ્રણી અરૂણ નિર્મળ
ભાજપના મીડિયા અગ્રણી અરુણ નિર્મળ એ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર 3.0 ના પ્રથમ બજેટનું હૃદયપૂર્વક સ્વાગત કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નિર્મલા સીતારમણએ આ બજેટમાં સંવેદન શીલતા, પારદર્શિતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાને પ્રાધાન્ય આપતા ભારતના વિકાસ માટે એક વ્યાપક રોડમેપની રૂૂપરેખા આપવામાં આવી છે. અરુણ નિર્મલે કહ્યું, આર્થિક વૃદ્ધિ, સામાજિક કલ્યાણ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને પર્યાવરણીય ટકાઉપણું માટે સરકારની પ્રતિબદ્ધતાને બિરદાવીએ છીએ. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એજ્યુકેશન, હેલ્થકેર, એગ્રીકલ્ચર, ડિજિટલ ઈન્ડિયા અને ગુડ ગવર્નન્સ પર ફોકસ ભારતના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. વિઝનરી બજેટ 2024-25: વૃદ્ધિ અને વિકાસનો નવો યુગ ભારતના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે, જેનાથી તમામ નાગરિકો માટે વિકાસની તકો ઊભી થશે.

હસુભાઇ દવે
નિર્મલા સીતારામનું આજનું બજેટ, નરેન્દ્રભાઈ મોદીની 3.0. સરકારનું પ્રથમ બજેટ છે કે જે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનું લાંબા ગાળાના આયોજનનું પ્રથમ પગથીયું છે. આ બજેટમાં સરકારનું ધ્યાન મધ્યમવર્ગ, મહિલા, યુવા, નાના અને મધ્યમ ઉધોગો અને ખેડૂતોને ધ્યાનમાં લેનાર બજેટ છે.આ બજેટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતમાં સુદ્રઢ માળખાકીય સામાજિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા પર ભાર આપેલ છે. સરકારનો વર્ષ 2025માં ફિસ્કલ ડેફીસીપટ જીડીપીના 4.9% જેટલી રાખવાની નેમ છે. આ બજેટના મુખ્ય મુદાઓ નીચે મુજબ છે. ટૂંકાગાળાના કેપિટલ ગેઇન ટેક્ષ 20% જ્યારે લાંબાગાળાના કેપીટલ ગેઇન ટેક્ષ 12.5% રહેશે. જ્યારે ઇ-કોમર્સને પ્રાધાન્ય આપવા તેના વ્યવહારો પરનો ટેક્ષ 1%થી ઘટાડી 0.1% કરવામાં આવેલ છે.

શહેર ભાજપ
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ તેમની સંયુકત અખબારીયાદીમાં જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ચુંટણીમાં આપેલ વચન મુજબ ભારતને વિકસિત ભારત એટ 2047 નું ભારત એક વિકાસશીલ દેશ બનાવવાનું વચન આપ્યું હતું અને સૌનો સાથ સૌનો વિકાસને સાર્થક કરવાનું પહેલું પગલું બજેટને સામાન્ય માનવી પ્રગતિ કરી શકે તેવું બજેટ આપેલ છે. આ બજેટમાં બેરોજગારી અને ગરીબી ધટાડો થાય અને અર્થતંત્રમાં પ્રગતિ થાય તેવું બજેટ રજુ કરવામાં આવેલ છે. ભારતની અર્થવ્યવસ્થા મજબુત થવાથી દેશનો સર્વાગી વિકાસ થાય તેવું રહયું છે. આ બજેટ ગરીબ, મહિલા, યુવા અને ખેડુતોને ઘ્યાનમાં રાખી બજેટ રજુ કરવામાં આવેલ આ બજેટમાં યુવા વર્ગ માટે મહત્વપૂર્ણ એલાન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પ્રથમ વખત નોકરી મેળવનારાને રૂા.15000 ની મર્યાદામાં વધારાનો.એક પગાર આપવામાં આવશે. રોજગારીક્ષેત્રે મહિલાઓની કૌશલ્ય કાર્યક્રમમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે પગલા લેવાશે.ઉદ્યોગો સાથે મળીને મહિલા છાત્રાલયો તથા બાળગૃહોની સ્થાપના કરવામાં આવશે. ખેડુત માટે નેચરલ ફાર્મિંગ ઉપર જોર આપવામાં આવ્યું છે બે વર્ષમાં એક કરોડ કિશાનોને નેચરલ ફાર્મિંગ માટે મદદ કરવામાં આવશે. 32 પાકની 109 જાત લાવવામાં આવશે. બજેટ એકંદરે સર્વ સ્પર્શી અને સર્વવ્યાપી રહયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement