For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિંમતનગરના 11 ગામોમાં ભાજપનો બહિષ્કાર, નેતાઓને લગ્ન-પ્રસંગોમાં બોલાવવાની મનાઇ

04:24 PM Nov 05, 2025 IST | admin
હિંમતનગરના 11 ગામોમાં ભાજપનો બહિષ્કાર  નેતાઓને લગ્ન પ્રસંગોમાં બોલાવવાની મનાઇ

Advertisement

હિંમતનગરમાં હુડાનો ડ્રાફટ પ્લાન જાહેર થયા બાદ હુડામાં અસર પામનાર 11 ગામોમાં આક્રોશ જોવા મળ્યો છે. આ 11 ગામોમાં લગ્નપ્રસંગમાં ભાજપના નેતાઓને નહીં બોલાવવાનો નિર્ણય કરાયો છે. તેમજ ભાજપના નેતા દેખાશે ત્યાં વિરોધ કરવામાં આવશે.

હિંમતનગરમાં હુડાનો ડ્રાફટ પ્લાન જાહેર થયા બાદ હુડામાં અસરગ્રસ્ત 11 ગામો હડિયોલ, કાંકણોલ, નવા, જેઠીપુરા, પરબડા, સવગઢ, પીપલોદી, બેરણા, ઇલોલ, બોરિયા અને કાટવાડ ગામના લોકો દ્વારા વિવિધ રીતે હુડાનો વિરોધ કરાઇ રહ્યો છે.

Advertisement

હુડા સંકલન સમિતિ દ્વારા આગામી 13 નવેમ્બરના રોજ હિંમતનગર બંધનું એલાન અપાયું છે. હુડા સંકલન સમિતિ અને 11 ગામના ખેડૂતો દ્વારા શાંતિપૂર્ણ રીતે આ બંધમાં જોડાવવા માટે અને એક દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વિનંતી કરાઇ છે. અમારો એક જ ઉદેશ્ય છે કે, હુડાને રદ કરવામાં આવે અને જ્યાં સુધી હુડાને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે તેનો વિરોધ કરતાં રહીશું.

એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા પર છે ત્યારે હુડા આંદોલનનો રોષ ભાજપના નેતાઓ પર નીકળ્યો છે. લગ્નોની સીઝનમાં જ હૂડા આંદોલન સમિતિએ લગ્ન પ્રસંગોમાં ભાજપના નેતાઓનેન બોલાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ ખેડૂતોને તેની જાણકારી આપી છે અને ભાજપના નેતાઓ જો દેખાશે તો સ્થળ ઉપર વિરોધ કરવામાં આવશે.

હુડા આંદોલન સમિતિનું નિશાન શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રાજુ પંચાલ બન્યા હતા. લોકોએ તેમના ગામમાંથી હુડાના કારણે રવાના કર્યા હતા. આંદોલન સમિતિએ વર્તમાન લગ્નની સીઝનમાં હૂડામાં સમાવાયેલ 11 ગામોમાં જે પણ ખેડૂતના ઘરે લગ્ન પ્રસંગ હોય તો કોઈપણ ભાજપના નેતાને બોલાવવા નહીં, જો કોઈપણ ભાજપના નેતા લગ્ન પ્રસંગમાં જોવા મળશે તો જાહેરમાં વિરોધ કરવાની ચીમકી આપી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement