For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપે ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ

02:41 PM Mar 26, 2024 IST | Bhumika
ભાજપે ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારો કર્યા જાહેર  જાણો કોને કોને મળી ટિકિટ

Advertisement

ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આ તમામ 5 બેઠક પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે. ગુજરાતમાં ધારાસભ્યપદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ છે.

  • પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપે મેદાને ઉતાર્યા
  • વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે આપી ટિકિટ
  • ખંભાતથી ચિરાગ પટેલને ભાજપે આપી ટિકિટ
  • માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
  • વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ

Advertisement

ભારતીય જનતા પાર્ટીએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે 4 રાજ્યોમાં પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ સિક્કિમમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતમાં 5, હિમાચલ પ્રદેશમાં 6, કર્ણાટકમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 2 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement