ISI માર્કા વગર ફાયર વાલ્વ બનાવતા કારખાના પર બી.આઇ.એસ.નો દરોડો
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, રાજકોટ શાખા કાર્યાલયના અધિકારીઓ, પીયૂષ ગેડિયા (ડેપ્યુટી ડાઈરેક્ટર), શુભમ (સહાયક ડાઈરેકટર) દ્વારા 10 ઓકટોબર, 2025 ના રોજ મેસર્સ ક્રિએટિવ ટેક્નો કાસ્ટ, ગોકુલ ઇન્ડસ્ટ્રિયલ એરિયા, શેડ-4, ગામ-રાવકી, તાલુકો-લોધિકા, રાજકોટ, ગુજરાત 360004 ખાતે શોધ અને જપ્તી કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેસર્સ ક્રિએટિવ ટેક્નો કાસ્ટ માન્ય CM/L સીરીયલ નંબરો અને ઉત્પાદન પર બી આઈ એસ સ્ટાન્ડર્ડ માર્ક વિના લેન્ડિંગ વાલ્વનું ઉત્પાદન અને વેચાણ કરવાનો વ્યવસાય કરતી હતી, જેના કારણે બી આઈ એસ એકટ, 2016 ની કલમ 17(1) નું ઉલ્લંઘન થયું હતું, જે બી આઈ એસ એકટ, 2016 ની કલમ 29 હેઠળ સજાપાત્ર છે. શોધ અને જપ્તી કામગીરી દરમિયાન, આઈ એસ આઈ માર્ક ધરાવતા કુલ 104 લેન્ડિંગ વાલ્વ જપ્ત કરવામાં આવ્યા હતા.
બી આઈ એસ ગ્રાહકોને સલાહ આપે છે કે તેઓ ચિહ્નિત વસ્તુઓના લાઇસન્સ નંબર તપાસવા અને ઉત્પાદનની અધિકૃતતા ચકાસવા માટે બી આઈ એસ કેર એપ્લિકેશનનો ઉપયોગ કરે. ગ્રાહકોને ઉદ્યોગો દ્વારા આવા દુરુપયોગથી સાવધ રહેવા અને આવા કોઈપણ દુરુપયોગની જાણ નીચેના સરનામે બી આઈએસ ને કરવા ચેતવણી આપવામાં આવે છે. એમ ઇ અને હેડ , બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, રાજકોટની યાદીમા જણાવાયુ છે.