ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જન્મ-મરણના દાખલામાં હવે વધુ વખત સુધારો કરી શકાશે

04:08 PM Nov 28, 2025 IST | Bhumika
Advertisement

બદલાયેલા સામાજિક માળખા અને સિંગલ પેરેન્ટસ માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય, એડવાઇઝરી જાહેર, જૂના દાખલાઓ યથાવત રહેશે

Advertisement

ગુજરાતના લાખો નાગરિકોને જન્મ અને મરણના દાખલામાં નામ સુધારવા અંગેની મુશ્કેલીઓમાંથી મુક્તિ આપતો એક ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા 26 નવેમ્બર, 2025ના રોજ, એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જે તાત્કાલિક અસરથી લાગુ થશે. આ નવા નિયમો ખાસ કરીને બદલાયેલા સામાજિક માળખા અને સિંગલ પેરેન્ટ્સને મોટી રાહત આપશે. આ પરિપત્ર મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ટૂંક સમયમાં સતાવાર જાહેર કર્યા બાદ અમલવારી ચાલુ કરવામાં આવશે.

છૂટાછેડા અને કસ્ટડી
જો છૂટાછેડા લીધેલા દંપતીના કિસ્સામાં બાળકની કસ્ટડી કોર્ટના આદેશ મુજબ માતા પાસે હોય, તો બાળકના જન્મના પ્રમાણપત્રમાં તેના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે.

પિતાનું નામ ફરજિયાત
પિતાના નામની કોલમમાં જૈવિક (Biological) પિતાનું નામ દૂર કરી શકાશે નહીં, તે ફરજિયાત જ રહેશે. જોકે, આ નામ બાળકના પૂર્ણ નામના ક્રમમાં વૈકલ્પિક બનાવી શકાય છે.

વૈકલ્પિક અટક/પિતાનું નામ
અરજદારની ઈચ્છા મુજબ, બાળકના નામ પાછળ મિડલ નેમ (પિતાનું નામ) અને લાસ્ટ તેમ (અટક) બંને વૈકલ્પિક (Optional) રહેશે. એટલે કે દાખલામાં માત્ર ’બાળકનું નામ’ જ રાખી શકાશે.

નામનો ક્રમ બદલવાની છૂટ
હવે બાળકના નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે
પિતાનું નામ (દા.ત. અટક, બાળકનું નામ, પિતાનું નામ) રાખવાની છૂટ આપવામાં આવી છે.

એકથી વધુ વખત સુધારો શક્ય
નાગરિકોને સૌથી મોટી રાહત આપતો નિયમ એ છે કે હવે જન્મ-મરણની નોંધમાં એકથી વધુ વખત સુધારો કરી શકાશે. અગાઉ, 2007ના નિયમો મુજબ રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો. હવે, સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર-પુરાવા રજૂ કરીને ફરીવાર પણ જરૂૂરી સુધારા કરી શકાશે.

મરણના દાખલામાં પણ સરળતા
મરણના પ્રમાણપત્રમાં પણ સુધારો કરાયો છે. હવે મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક લખાવવી વૈકલ્પિક ગણાશે.મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ નવી એડવાઈઝરીનો તાત્કાલિક અમલ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

Tags :
guajratguajrat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement