જન્મ-મરણ સુધારાનું પોર્ટલ બે દિવસથી બંધ: અરજદારોમાં દેકારો
મનપામાં ભળેલા નવા ગામોના 2020થી 2025 સુધીના રેકોર્ડ ખુલતા નથી, સુધારા માટે ફરી કયારે ખુલે તે મુદ્દે તંત્રને પણ ખબર નથી
મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા છ માસથી ચાલતા ધાંધીયા બંધ થવાનુ નામ ના લેતા હોય તેન રગળધગળ હાલતુ પોર્ટલ છેલ્લા બે દિવસથી મુંગુ થઇ જતા 2020થી 2025નુ રેકોર્ડ ન ખુલતા જન્મ-મરણના દાખલામાં સુધારા વધારા સહિતના કામો તદન બંધ થતા અરજદારોમાં દેકારો બોલી ગયો છે અને આ મુદ્દે મનપાને પણ ઉપરથી કોઇ જવાબ આપતુ ન હોય પોર્ટલ કયારે ખુલશે તે કહી શકતા નથી જેના લીધે અરજદારોને ધરમના ધક્કા થઇ રહ્યા હોવાનુ જાણવા મળેલ છે. જેની સામે શાસક અને વિપક્ષ તમાશો જોઇ રહ્યા હોય તેવુ વાતાવરણ કચેરીમાં જોવા મળી રહ્યુ છે.
રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટરો પર દરરોજ જરૂૂરિયાતમંદ અરજદારો આવતા હોય છે. જેમા ખાસ કરીને જન્મ-મરણના દાખલાઓ કઢવવા રોજે રોજ લોકોનો સતત ધસારો રહેતો હોય છે. છતાં સરકાર અને તંત્ર દ્વારા જન્મ-મરણ વિભાગની કામગીરી અન્ય વિભાગોની તુલનાએ સૌથી વધુ ધીમી ચાલતી હોવાનુ અનેક વખત બહાર આવ્યુ છે. જેમાં છેલ્લા છ મહિનાથી ત્રણ-ત્રણ પોર્ટલોના ડખ્ખાએ મોટી મુશ્કેલીઓ ઉભી કરી છે અને વિભાગ દ્વારા ધીમે ધીમે ગાડૂ પાટે ચડાવવાની કોશીશ કરાઇ રહી છે. ત્યારે જ બુધવારથી નવુ પોર્ટલ અચાનક બંધ થઇ ગયુ હતુ કેન્દ્ર સરકારના આ પોર્ટલમાં 2020થી 2025 સુધીની તમામ એન્ટ્રીઓ અપલોડ કર્યા બાદ દાખલાઓ નિકળતા હતા. જેમાં ખાસ કરીને મનપાની હદમાં તાજેતરમાં ભળેલા માધાપર, મુંજકા, મનહરપુર-1, ઘંટેશ્ર્વર મોટામવા સહિતના ગામોના જૂના 2020થી 2025સુધીના ડેટાઓ આ પોર્ટલમાં કાર્યરત થઇ શકે છે અને પોર્ટલ બંધ થતા આ વિસ્તારોના લોકોના જન્મ-મરણના દાખલાઓમાં થતા સુધારા વધારા સહિતની કામગીરી સંપૂર્ણ પણ બંધ થઇ જતા ફકત સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે દરરોજ આવતા 150થી વધુ અરજદારોમાં દેકારો બોલી ગયો છે.
મહાનગર પાલિકાના જન્મ મરણ વિભાગમાં છેલ્લા છ માસથી ત્રણ પોર્ટલનો ડખ્ખો ઉભો થયો છે. સરળતા માટે તંત્ર દ્વારા ત્રણેય પોર્ટલ ઉપર બે બે દિવસ અલગ અલગ પ્રકારની કામગીરી શરૂૂૂૂ કરવામાં આવી છે. બહાર ગામથી આવતા અજાણ અરજદારોને ધરમનો ધક્કો થતો હોય ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેની સામે તંત્રએ પણ લોકોને ધક્કો ન થાય તે માટે ત્રણેય પોર્ટલની કામગીરી એક સાથે શરૂૂૂૂ કરી માનવતા દાખવી છે. પરંતુ આજે મરણના દાખલા માટે ફાયર વિભાગની ચીઠ્ઠી માંગતાં અરજદારો દોડતા થઈ ગયા છે. આજે પણ કચેરી ખાતે અરજદારોની લાઇનો જોવા મળી રહી છે. છ-છ મહિનાથી અજરદારો પરેશાન થઇ રહ્યા છે. છતાં પદાધિકારીઓએ એક પણ વખત આ મુદ્દે જન્મ-મરણ વિભાગ સાથે ચર્ચા કરી સ્ટાફ અને કિટ વધારવાની તસદી લીધી નથી. જેનો ભોગ જન્મ-મરણ વિભાગનો સ્ટાફ બની રહ્યો છે.
છતા ઓછા સ્ટાફથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જ પોર્ટલ બંધ થયાનુ જાણવા મળેલ છે. મનપાના જન્મ-મરણ વિભાગમાં રોજેરોજ લાગતી અરજદારોની લાઇનોથી વિભાગીય સ્ટાફ જવાબો આપી કંટાળી ગયો છે. પોર્ટલમાં કોઇ જાતની છેડછાડ કે સુધારા વધારા કરવાની સત્તા ફકત સરકાર પાસે હોવાથી ધીમી ગતીએ કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને અરજદારો પણ સવારથી કચેરી ખાતે લાઇનો લગાવી રહ્યા છે. છતા લાચર અરજદારોની પરેશાની હલ કરવાના બદલે પદાધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે જ અચાનક પોર્ટલ બંધ થતા જન્મ-મરણ વિભાગના સ્ટાફને અરજદારોને જવાબ આપ્યો મુશ્કેલ બન્યો છે.