બહુમાળીભવન ચોકનું બિરસા મુંડા નામકરણ
મહાપાલિકા દ્વારા ધારાસભ્ય, મેયરના હસ્તે તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો
જળ-જંગલ-જમીનનો આપ્યી નારો, હંમેશા રહે નિજ ધામ માતૃભૂમિ પર સ્વરાજ હોય, તેઓ સંદેશ જેમણે આપેલ છે તેમજ મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે નેતૃત્વ પ્રદાન કર્યું છે એવા ક્રાંતિકારી બિરસામુંડાના નામનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.2માં રેસકોર્ષ રિંગ રોડ, બહુમાળીભવન ચોક ખાતે આવેલ સર્કલનું ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ નામકરણ કરવા નિર્ણય કરવામાં આવેલ.
જેના અનુસંધાને આજ તા.15/11/2024ના રોજ બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત વોર્ડ નં.2માં રેસકોર્ષ રિંગ રોડ, બહુમાળીભવન ચોક ખાતે આવેલ સર્કલનું ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ નામકરણ તકતી અનાવરણ કાર્યક્રમ વિધાનસભા-69ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન.મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ નામકરણ તકતી અનાવરણ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા,ધારાસભ્ય શ્રી ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામકદળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, ભીલપંચ ટ્રસ્ટીઓ દર્શનભાઈ ભીલ, રમેશભાઈ કોલી, ઉત્તમભાઈ રાઠોડ, સેન્ટ્રલ ઝોનના સીટી એન્જી. અતુલ રાવલ, વોર્ડ એન્જી. મહેશ જોષી, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ઘોણીયા તથા આદિવાસી સમાજના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.