પક્ષીની પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરી ફરી ઉડતું કરાયું
સુરતમાં પતંગના દોરાથી ઘવાયેલા કબૂતરને મૃત કબૂતરની પાંખ લગાડાઇ
અંગદાન માટે પ્રખ્યાત સુરતમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયેલા કબૂતરની પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે, જેનાથી તે ફરી ઉડાન ભરવા સક્ષમ બન્યું છે. ઉતરાયણના પર્વમાં પતંગના દોરાના કારણે અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે, અને કેટલાંક તો મૃત્યુ પામે છે. પરંતુ આ ઘટનામાં, પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરીને એક કબૂતરને નવી જિંદગી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર સુરતમાં પાલ વિસ્તારમાં આવેલી બર્ડસ હોસ્પિટલમાં પક્ષીની પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
સુરતમાં પતંગની દોરીના કારણે અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં પાલ વિસ્તારમાં આવેલી બર્ડસ હોસ્પિટલમાં એક કબૂતર પાંખ કપાઈ ગયેલી હાલતમાં આવ્યું હતું. જેને એટલી ગંભીર ઈજા હતી કે તે ઉડી શકે તેમ ન હતું. પરંતુ, અન્ય એક મૃત કબૂતરની પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય કરાયો હતો અને જે ઈજાગ્રસ્ત કબૂતર હતું તેને મૃત કબૂતરની પાંખ લગાવી દેતા તે હવે ફરી ઉડવા સક્ષમ બન્યું છે. પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયેલા એક કબૂતરને પાંખના ટ્રાન્સપ્લાન્ટના કારણે નવી ઉડાન મળી છે.સુરત શહેરના પાલ વિસ્તાર ખાતે આવેલી બર્ડ્સ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર કોઈ પક્ષીને પંખ ટ્રાન્સપ્લાન્ટ કરવાની ઘટના બની છે.
પક્ષીઓના નિષ્ણાત ડોક્ટર ડો.દિનેશ મોલ્યાએ જણાવ્યું હતું કે , કબૂતરની પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવીછે. પતંગના દોરા ના કારણે કબૂતરની પાંખ કપાય ગઈ હતી. એ જ સમયે પતંગના દોરાથી મૃત્યુ પામનારા કબૂતર પણ આવ્યું હતું. તેની પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે.ઇજાગ્રસ્ત કબૂતર ક્યારેય ઉડી ન શકે તેવી સ્થિતિમાં હતું.કરુણા સંસ્થાના બર્ડ હોસ્પિટલમાં પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું.ઇજાગ્રસ્ત કબૂતરને નવું જીવન આપવામાં આવ્યું.અન્ય મૃત કબૂતરની પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી.બોર્ડ કટર વડે પાંખ કાપવામાં આવી હતી.પીનની મદદથી પાંખ જોડવામાં આવી.હવે આ કબૂતર ફરીથી ઉડતું થઈ જશે.