For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ રેલવે સ્ટેશનમાં ટીટીઓ માટે બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરાઇ

05:34 PM Sep 06, 2025 IST | Bhumika
રાજકોટ રેલવે સ્ટેશનમાં ટીટીઓ માટે બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરાઇ

રાજકોટ રેલવે ડિવિઝને તેના ટિકિટ ચેકિંગ સ્ટાફ (TTE ) ની ફરજની પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. ડિવિઝન હેઠળની તમામ ટીટીઈ લોબીમાં આધાર-આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે.

Advertisement

હવે ટીટીઈ પોતાની ફરજની શરૂૂઆતમાં બાયોમેટ્રિક સાઇન-ઇન કરશે અને ફરજ પૂરી થયા બાદ સાઇન-આઉટ કરશે. આ વ્યવસ્થાથી માત્ર કર્મચારીઓની રિયલ-ટાઇમ હાજરી જ નહીં નોંધાય, પરંતુ ફરજના રેકોર્ડમાં સંપૂર્ણ પારદર્શિતા અને વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત થશે. આનાથી સાઇન-ઇન અને સાઇન-આઉટની પ્રક્રિયા ઝડપી, સરળ અને સુરક્ષિત બની છે.

ટીટીઈ લોબી એપ્લિકેશનને સી-ડેક (કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની વૈજ્ઞાનિક સંસ્થા)ના પોર્ટલ સાથે જોડવામાં આવી છે. આ સિસ્ટમ હાલમાં રાજકોટ, ઓખા, દ્વારકા, જામનગર, હાપા, મોરબી અને સુરેન્દ્રનગર સ્થિત ટીટીઈ લોબીમાં સફળતાપૂર્વક કાર્યરત છે.

Advertisement

બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ થવાથી કર્મચારીઓની હાજરી પર અસરકારક દેખરેખ રાખી શકાશે અને ફરજના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે ગેરરીતિ અટકાવી શકાશે. આ પહેલ માત્ર ભારતીય રેલવેના ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ રેલવે મિશનને જ વેગ નહીં આપે, પરંતુ વહીવટી કાર્યપ્રણાલીમાં પણ નોંધપાત્ર સુધારો લાવવામાં મદદરૂૂપ થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement