દ્વારકાની માર્કેટ ચોક પાસે આખલાઓના યુદ્ધમાં બાઇક, ફ્રૂટલારીનું કચ્ચરધાણ
આખલા યુદ્ધનો વીડિયો ઉતારી લોકોએ સોશિયલ મીડિયામાં મૂકી તંત્ર સામે રોષ વ્યક્ત
યાત્રાધામ દ્વારકામાં દિવસે ને દિવસે આખલાઓનો ત્રાસ વધતો જતો હોય ઢોર તંત્ર દ્વારા કોઇપણ જાતના એકસનો લેવામાં આવતા નથી. જયારે જયારે મંત્રીઓ વિઆઇપીઓ આવે ત્યારે નગર પાલીકાનું તંત્ર એક બે દિવસ પુરતા આખલાઓને વાળામાં પુરી દેતા હોય છે. ત્યારબાદ પાછા છુટાદોર શહેરમાં આખલાઓને છોડી મુક્તા હોય છે. દ્વારકામાં દરરોજ જુદા જુદા વિસ્તારોમાં જે યાત્રિકો તેમજ સ્થાનીકો લોકો પસાર થતા હોય એવા ભરચક વિસ્તારો આખલા યુધ્ધો થતા નજરે પડે છે. અને આખલા યુધ્ધના વિડીયો પણ લોકો ઉતારી શોશ્યલ મિડીયામાં મુકી વાયરલ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કરતા હોય છે.
ગઇ સાંજે દ્વારકાના શાકમાર્કેટ ચોક પાસે બે જાહેર રસ્તામાં આખલાઓનું યુધ્ધ દસ મિનીટ ચાલ્યું હતું. યાત્રિકો તેમજ સ્થાનિકો પસાર થતા હતા આખલાઓના યુધ્ધ જોઇ તેઓના જીવ અધ્ધર ચડી ગયેલ હતા. આખલાના યુધ્ધમાં ફ્રુટની લારી હડફેટ આવી જતા તેઓનો માલ સમાન વેર વિખેર કરી નાખ્યો હતો. અને બાઇકને પણ નુકશાન પહોચાડેલ હતું. ચાર પાંચ દિવસ પહેલા ગોમતીધાટ પાસે પણ આખલા યુધ્ધમાં એક સિનીયન સિટીજન હડફેટ આવી જતા તેઓને ઈર્જાઓ થયેલ હતી.
અહી યાત્રાધામ હોય દરરોજ હજારો ભાવિકો અને ટુરીસો આવતા હોય શહેરમાં તમામ વિસ્તારોમાં ગમે ત્યારે ગમે જગ્યાએ આખલાઓના યુધ્ધ થતા નજરે પડતા હોય યાત્રિકો તેમજ સ્થાનિકોન આખલાઓની હડફેટે ચડ્યા હોય અને મુત્યું પામ્યા હોવાના કિસ્સાઓ બન્યા છે. અનેક લોકોના હાડકા ભાંગીયા હોવાના બનાવો બન્યા છે. તે છતા ઢોર તંત્ર દ્વારા ગંભિરતા લૈઇ આખલાઓનો ત્રાસ શહેરમાંથી દુર કરવામાં આવતો નથી.