For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગર નજીક શરણાઇ વગાડવા જતા બાઇક ચાલકનું અકસ્માતમાં માથું ધડથી અલગ થઇ ગયું

03:21 PM Feb 06, 2025 IST | Bhumika
ભાવનગર નજીક શરણાઇ વગાડવા જતા બાઇક ચાલકનું અકસ્માતમાં માથું ધડથી અલગ થઇ ગયું

Advertisement

ભાવનગરના તણસા ગામ નજીક બોલેરો અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક કંટાળા ગામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક યુવાનનું મસ્તક ધડથી અલગ થઈને 72 ફૂટ જેટલું દૂર પડ્યું હતું.

કાળજું કંપાવે તેવી અકસ્માતની આ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર સોમનાથ હાઈવે પર આવેલ તણસા ગામ નજીક પુલ ઉપર પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ બોલેરો નં.જી.જે.04 - એ.ડબલ્યુ. - 6009 અને બાઈક નં.જી.જે.01 4726 વચ્ચે જોરદાર અકસ્માત થતા બાઈક ચાલક કંટાળા ગામના યુવાન નાથાભાઈ શામજીભાઈ પરમારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.

Advertisement

બંને વાહનો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક નાથાભાઈ પરમારનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું અને બનાવથી 72 ફૂટ દૂર ફંગોળાઈને પડયું હતું.આ ઘટનામાં બોલેરો અને બાઈકને પણ નુકસાન થયું હતું. મૃતક બાડી ગામે લગ્નપ્રસંગમાં શરણાઇ વગાડવા માટે જવાનુ હોવાનુ બાઇક લઇને નીકળ્યા હતા.આ બનાવની જાણ થતાં ઘોઘા પોલીસ, 108 એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘોઘા પોલીસે બાઈક ચાલક યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement