કોટડાસાંગાણીમાં રોડ પર લડતી બે ગાય અડફેટે ચડી જતા બાઇકચાલકને ઇજા
હટાણું કરી ઘરે પરત ફરતા ખરેડા ગામના આધેડને નડ્યો અકસ્માત ; સારવારમાં ખસેડાયા
કોટડા સાંગાણી તાલુકાના ખરેડા ગામે રહેતા આધેડ કોટડા સાંગાણીમાં હટાણું કરી પોતાનું બાઈક લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે રોડ પર લડતી બે ગાય હડફેટે ચડી જતા ઇજા પહોંચી હતી. આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોટડા સાંગાણી તાલુકાના ખરેડા ગામે રહેતા પુનાભાઈ મણીભાઈ રાઠોડ નામના 57 વર્ષના આધેડ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને કોટડા સાંગાણીમાં આવેલી કોર્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર લડતી બે ગાયોની હડફેટે ચડી જતા બાઈક પરથી નીચે પટકાયા હતા. આધેડને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછ પુનાભાઈ રાઠોડ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને પુનાભાઈ રાઠોડ કોટડા સાંગાણી ગામે હટાણુ કરવા માટે ગયા હતા અને હટાણું કરી ઘરે પરત ફરતા હતા ત્યારે રોડ પર લડતી બે ગાય હડફેટે ચડી જતા ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.