હળવદના ચરાડવા ગામે ટાઈલ્સ ભરેલ ટ્રકે પલટી મારતા બાઈક ચાલકનું દબાઈ જવાથી મોત
હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક ટાઈલ્સ ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો અને યુવાન બાઈક સહીત ટ્રક નીચે દબાઈ જતા શરીરે અને પગમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. હળવદના કડીયાણા ગામે રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ શિહોરા (ઉ.વ.35) વાળાએ ટ્રક ટ્રેઇલર આરજે 02 જીબી 4428 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 14 ના રોજ આરોપી ટ્રક ટ્રેઇલર ચાલકે પુરઝડપે ચલાવી ચરાડવા ગામ નજીક ધાવડી પેટ્રોલ પંપ પાસે કાવું મારતા ટ્રકમાં ટાઈલ્સ ભરેલ હોવાથી ટ્રક પલટી મારી ગયો હતો અને ફરિયાદીના ભાઈ અજયભાઈ બાબુભાઈ શિહોરા બાઈક જીજે 36 એકે 2094 લઈને રોડ પરથી જતા હતા જે ટ્રકમાં ભરેલ ટાઈલ્સ નીચે મોટરસાયકલ સાથે દબાઈ જતા માથામાં શરીરે અને પગમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. માળિયા (મી.) ના કોળીવાસના રહેવાસી ગોવિંદભાઈ અરજણભાઈ વાઘેલા (ઉ.વ.40) નામના યુવાન ગત તા. 15 ના રોજ માળિયા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કુવામાં કોઈ કારણોસર પડી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે માળિયા સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે.
લોખંડનો દરવાજો
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ ટંકારા તાલુકાના લજાઈ નસીતપર રોડ પર મારૂૂતિ પ્લાસ્ટિક કારખાનામાં રહીને મજુરી કરતા રગનભાઈ ડાવરનો દોઢ વર્ષનો દીકરો સંદીપ કારખાનામાં રમતો હતો અને રમતા રમતા કોઈ કારણોસર લોખંડનો મોટો દરવાજો માથામાં લાગતા ગંભીર ઈજા પહોચતા મોરબી સિવિલ બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવારમાં માસૂમનું મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.