માળિયાના માણબા ગામે થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
માળીયા તાલુકાના માણબા ગામ નજીક બે વર્ષ પહેલાં ચોરી થયેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી એક ઈસમને બે ચોરાવ બાઈક સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી પોલીસ સ્ટાફ માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળીયા (મિં) નજીક આવેલ ખિરઇ ગામના પાટીયા પાસે હાઇવે ઉપર આવતા એક ઇસમ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે ઉભેલ હોય જે શંકાસ્પદ જણાતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર પ્રો. કંપનીનુ નંબર પ્લેટ વગરનુ હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનુ જણાવેલ અને આ મોટર સાયકલ તેણે આજથી બે વર્ષ પહેલા માળીયા (મિં) તાલુકાના માણાબા ગામની સીમમાં આવેલ ધોડાધ્રોઇ નદીના રેલ્વે પુલ નીચેથી ચોરી કરેલ હોવાનુ તેમજ આ સીવાય પણ અન્ય એક મોટર સાયકલ તેણે આજથી બે વર્ષ પહેલા મોરબી તાલુકાના ખોખરા હનુમાનજીના મંદીરના સામેના ભાગેથી ચોરી કરેલ જે ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય બન્ને મોટર સાયકલ કબજે કરી પકડાયેલ ઇસમ રફીકભાઈ નુરમામદભાઇ ઉર્ફે નામોરી સામતાણી (ઉ.વ.32) રહે.ખિરઇ તા.માળીયા (મિં)વાળાની ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-35(1)(ઇ) મુજબ અટક કરી માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.