For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના ટીંબડી નજીક ડમ્પર અડફેટે બાઇક સવારનું મૃત્યુ

11:40 AM Apr 23, 2025 IST | Bhumika
મોરબીના ટીંબડી નજીક ડમ્પર અડફેટે બાઇક સવારનું મૃત્યુ

મોરબી જિલ્લામાં કાળમુખા બેકાબુ ડમ્પર ચાલકો અવાર નવાર અકસ્માત સર્જી નિર્દોષ નાગરિકોના જીવ લઈ રહ્યા છે ત્યારે ટીંબડી ગામ નજીક આવા જ એક બનાવમાં ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા નવી ટીંબડી ગામના બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - માળીયા હાઇવે ઉપર ટીંબડી નજીક જીજે - 13 - એડબ્લ્યુ - 8146 નંબરના ડમ્પર ટ્રક ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ડમ્પર ચલાવી જીજે - 36 - એન-5677 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ગોવિંદભાઇ ભાયાભાઈ ઝાપડા રહે.નવી ટીંબડી ગામ વાળાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગોવિંદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર મનોજભાઈ ગોવિંદભાઈ ઝાપડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement