બિહારને સમજાઇ ગયું કે વિકાસની રાજનીતિ શકય છે: મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે મહાનગરપાલિકાના રૂા.545 કરોડના વિકાસ કાર્યો તેમજ 709 આવાસનો ડ્રો તથા કોફી ટેબલ બુકનું વિમોચન અને આર્ટ ગેલેરીમાં રાઇઝિંગ ઓફ રાજકોટ ચિત્ર પ્રદર્શન લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
રાજકોટના ભવ્ય ભૂતકાળ અને વર્તમાન વિકસિત પ્રક્રિયાના સાક્ષી બનવા આ પ્રદર્શન નિહાળવા લોકોને મુખ્યમંત્રીનો અનુરોધ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂૂ.545.07 કરોડની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત જેમાં કુલ રૂૂ.522.50 કરોડના 49 કામના ખાતમુહૂર્ત અને રૂૂ.22.57 કરોડના 6 કામના લોકાર્પણ કરવામાં આવ્યા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ કુલ-709 આવાસો લાભાર્થીઓને ફાળવવા અંગે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો જેમાં EWS-1 પ્રકારના 528, કઈંૠ-2 પ્રકારના 137 અને EWS-2 પ્રકારના 44 એમ કુલ-709 આવાસોનો ડ્રો, EWS ડોક્યુમેન્ટરીનું નિદર્શન, શહેરી વિકાસ વર્ષ-2025 કોફી ટેબલ બુકનું વિમોચન અને QR Based સીટીઝન ફીડબેક સિસ્ટમનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશીપૂર્ણ નેતૃત્વમાં જે પ્રમાણે વિકાસ થઇ રહ્યો છે તેની લોકોને અનુભૂતિ પણ થઇ રહી છે. વિકાસની માત્ર વાતો નહિ પરંતુ નક્કર કામગીરીથી લોકોના જીવનધોરણમાં ક્રમશ: સુધારો થઇ રહ્યો છે. આપ જોઈ શકો છો તેમજ બદલાયેલી રાજનીતિ પેટર્ન પર ભાર મૂકી જણાવેલ કે, બિહાર જેવા બિહારને પણ હવે સમજાઇ ગયુ છે કે, વિકાસ અને માત્ર વિકાસની જ રાજનીતિ શકય છે. જેથી જે કાઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ હાથ ધરાય છે તેના લોકાર્પણ કે ખાતમુહુર્તની દર્શાવવામાં આવતી શોર્ટ ફિલ્મમાં જે દર્શાવવામાં આવે છે તે જ સુવિધાઓ નાગરિકોને ઉપલબ્ધ બને છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે, જે બોલ્યા તે કરીને દેખાડીએ અને એજ અમારી નેઈમ પ્લેટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સરકારે એવી કાર્ય પધ્ધતિ અપનાવી છે કે, જે પ્રોજેક્ટના ખાતમુહુર્ત અમે કરીએ તેના લોકાર્પણ પણ અમે જ કરીએ. તેમને વધુમાં એમ પણ કહ્યું કે, એક સમયે રાજકોટ જળ કટોકટીથી પીડાતું હતું, જોકે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડવાના સ્વપ્નને સૌની યોજના થકી સાકાર કર્યું છે જેના આપ સૌ સાક્ષી છો. રાજકોટની જનતાને ટેન્કરથી પીવાનું પાણી મળતું હતું, જોકે સૌની યોજનાના સહારે લોકોને નર્મદાના નીર પ્રાપ્ત થયા છે અને જળ કટોકટી ભૂતકાળ બની ગઈ છે. દરમ્યાન મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળનું રાજકોટ-હાલનું રાજકોટ અને આવનારું રાજકોટ કેવું છે તે અંગે રેસકોર્ષ ખાતે પ્રદર્શન યોજ્યું છે તેની ખુબ સરાહના કરી તમામ લોકોને આ પ્રદર્શન ખાસ નિહાળવા અને ભૂતકાળના રાજકોટને જાણવા હું વિનંતી કરું છુ.
રાજકોટને મગફળીનું પીપરીયું પણ કહેવાય છે કેમકે મગફળી ક્ષેત્રે ખરીદી અને વેંચાણમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ કરેલ કૃષિ રાહત પેકેજ વતી હું કૃષિ મંત્રી તરીકે સમગ્ર ગુજરાત વતી આભાર માનું છુ. રાજકોટ સહીત સમગ્ર ગુજરાતની જનતાનો હેપીનેસ કેઈ રીતે વધે તે દિશામાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામગીરી થઇ રહી છે. રાજકોટમાંથી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ ચૂંટણી લડ્યા અને રાજકોટવાસીઓએ જ આપણે નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રધાનમંત્રી આપ્યા છે. તેમ જણાવ્યુ હતું.
શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને શહેરને પાણી પૂરું પાડવા માટે ભાદર યોજના અને આજી યોજના ઉપરાંત ગુજરાત વોટર સપ્લાય અને ગટર વ્યવસ્થા બોર્ડ તરફથી બલ્ક વોટર સપ્લાય માટે પાઇપલાઇન દ્વારા કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં નવી પાણીની ઉઈં પાઇપલાઇન અને ભૂગર્ભ ગટર લાઈનોનું નેટવર્ક સુધારવાનું કામ હાથ ધરાયું છે. વર્ષ 1973માં રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના સમયે નો વિસ્તાર 69 (ઓગણસીતેર) ચોરસ કિલો-મિટર હતો. જે ઉતરોતર નવા ગામોને મહાનગરપાલિકાની હદમાં ભેળવીને હાલ રાજકોટ મહાનગરપાલિકાનો કુલ વિસ્તાર 161.68 ચોરસ કિલો મિટર છે. રાજકોટ મહાનગરપાલિકાના વધતા જતા ભૌગોલીક વિસ્તારને ધ્યાને રાખીને કરવામા આવેલ વિકાસના કામો, ખાસ કરીને છેલ્લા બે દાયકામાં, રાજકોટને સૌરાષ્ટ્રના એક મોટા મેટ્રોપોલિટન કેન્દ્ર તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ રહ્યા છે.
જેમાં, શહેરના કચરાના કાર્યક્ષમ સંગ્રહ અને વૈજ્ઞાનિક નિકાલ માટે નાકરાવાડી ખાતે લેન્ડફિલ સાઇટનું નિર્માણ અને ખાનગી ભાગીદારી દ્વારા કચરાનું સંચાલન, શહેરના સૌંદર્ય અને પર્યાવરણ માટે અનેક બગીચાઓ જેમ કે, ’રામ વન’ અર્બન ફોરેસ્ટનો વિકાસ, સિટી સિવિક સેન્ટર્સની સ્થાપના અને રાજકોટ મહાનગરપાલિકાની મહતમ સેવાઓને ઓનલાઈન અને પારદર્શક બનાવવામાં આવી છે.
લોકાર્પણ-ખાતમુહૂર્ત અને આવાસ ડ્રોની વિગત
રૂૂ.545.07 કરોડની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત (મુવી નિદર્શન અને તકતી અનાવરણ) (કુલ રૂૂ.522.50 કરોડના 49 કામના ખાતમુહૂર્ત અને રૂૂ.22.57 કરોડના 6 કામના લોકાર્પણ), પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ કુલ-709 આવાસો લાભાર્થીઓને ફાળવવા અંગે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો (LIG-2BHK 137, EWS2-1.5BHK 44, EWS1-1BHK 528= TOTAL 709), UDYડોક્યુમેન્ટરીનું નિદર્શન, શહેરી વિકાસ વર્ષ-2025 કોફી ટેબલ બુકનું વિમોચન, QR Based સીટીઝન ફીડબેક સિસ્ટમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.