For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજે મોટી રાત, આવતીકાલે ‘ઇદેમિલાદ’ની ઉજવણી, વિશાળ ઝુલૂસ

04:18 PM Sep 04, 2025 IST | Bhumika
આજે મોટી રાત  આવતીકાલે ‘ઇદેમિલાદ’ની ઉજવણી  વિશાળ ઝુલૂસ

રામનાથપરા અને સદર વિસ્તમારના ઝુલૂસો સાથે અસંખ્ય ઝુલૂસો જોડાઇને ત્રિકોણબાગ ખાતે ભેગા થશે

Advertisement

શહેરભરના મુસ્લિમ બિરાદરો અને વાહનોનો વિશાળ કાફલો જોડાશે, આજે આખી રાત બંદગી માટે મસ્જિદો ખૂલ્લી રહેશે

રાજકોટ શહેર યૌમુન્નબી કમીટીની યાદીમાં જણાવ્યા મુજબ ઈસ્લામધર્મના સ્થાપક અને રહેમતુલ્લાઆલમીન જેમણે સમગ્ર વિશ્વને શાંતી, અમન, ભાઈચારાની ભાવનાનો સંદેશો આપ્યો તે શાંતિદુત ઈસ્લામધર્મના મહાન સ્થાપક હઝરત મહમદપૈગમ્બર સાહેબ સ.અ.વ. વિલાદપર્વ ઈદે મીલાદ તા.05/09/2025 ને શુક્રવાર સવારે 8:00 કલાકે મુસ્લીમ સમાજના લોકો શ્રધ્ધા પૂર્વક જોડાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ’ઈદે મીલાદ’ ની શાનદાર ઉજવણી રાજકોટ શહેરમાં શાંતી, અમન અને ભાઈચારાની ભાવનાથી કરવામાં આવનાર છે ત્યારે શહેરમાં સવારે રામનાથપરા, ગરુડ ચોક અને સદર વિસ્તાર માંથી મુખ્ય બે ઝુલુસો નીકળશે આ બન્ને ઝુલુસો સાથે અન્ય વિસ્તારના લોકો જોડાશે. આ ઝુલુસો શહેરના ત્રિકોણબાગ ખાતે એકત્ર થઈ મુખ્ય વિશાળ ઝુલુસ સાથે ઢેબર ચોક, નાગરીક બેન્ક ભવન, મોચી બજાર કોર્ટ ચોક, હ.ગેબનશા પીર દરગાહ ખાતે વિસર્જન થશે. સલાતોસલામ પેશ કરવામાં આવશે. આ ઝુલુસમાં અંદાજે બે લાખ હિન્દુ-મુસ્લીમ બિરાદરો એકાદ હજાર જેટલા મોટા વાહનો સાથે જોડાશે.

Advertisement

બાલમુબારક
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈદે મીલાદુન્નબીની આગલી રાતે એટલે કે આજે તા.04/09/25ને ગુરૂૂવારે મોટી રાત કહેવાય છે. શહેરની તમામ મસ્જીદો મુસ્લીમ સમાજના ઘરો અને મહોલ્લાને શાનદાર રોશનીથી શણગાર કરવામાં આવતા હોય છે. ગુરૂૂવારે આખી રાત શહેરની 42 જેટલી મસ્જીદોમાં નમાઝ પઢવામાં આવશે અને આ ઉપરાંત રાત્રે જેનુ સૌથી વધુ મહત્વ છે તે બાલમુબારકના દિદાર મુસ્લીમ બિરાદરો કરશે અને વહેલી સવારે સલાતોસલામ પડાશે. ત્યારબાદ મુસ્લીમોના પવિત્ર આકા અને મહાન પથદર્શકના જન્મ દિવસના મુબારક વધામણા કરવા શહેરમાં શાનદાર ઝુલુસો નીકળશે.

ઝુલુસો
શુક્રવાર તા.05/09/2025 ના રોજ મુસ્લીમોના પવિત્ર આકા અને મહાન પથદર્શકના જન્મદીન વધામણા કરવા યૌમુન્નબી કમીટીના ઉપક્રમે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો માંથી આકર્ષક ફલોટર્સ, ટ્રક, મોટર, રીક્ષા મોટરસાયકલ, ફોરવ્હીલ સહિતના વિવિધ વાહનોમાં સવારે 8:00 વાગ્યે મોચી બજાર, ભીસ્તીવાડ, નહેરૂૂનગર, દુધની ડેરી, જંગલેશ્વર, જીલ્લા ગાર્ડન, ઢેબર કોલોની, ગોકુલનગર, થોરાળા વિસ્તાર, ભગવતીપરા, ગંજીવાડા, માજોઠીનગર, રામનાથપરા, રૂૂખીયા કોલોની, મોચીનગર, બજરંગવાડી, ધાંચીવાડ, લક્ષ્મીનગર, નાણાંવટી ચોક, પોપટપરા, સદર, હનુમાનમઢી, રૈયા, રસુલપરા, નુરાનીપરા, મહમદીબાગ, વિગેરે વિસ્તારના ઝુલુસમાં ભેગા થઈ ઢેબર રોડ, નાગરીક બેન્ક, મોચી બજાર કોર્ટ ચોક ખટારા સ્ટેન્ડ, જંકશન રોડ થઈને હઝરત ગેબનશાહ પીર દરગાહ ખાતે પહોંચશે. શુક્રવારે ઈદે મીલાદ નિમીતે તમામ મસ્જીદોમાં મઝહબે ઈસ્લામ શું છે? આતંકવાદીને કોઈ ધર્મ હોતો નથી ઈસ્લામમાં કદાપી આતંકવાદને સ્થાન હોય શકે નહી. તેના ઉપર જાહેર વ્યાખ્યાન, તકરીર, સુપિસધ્ધ મૌલાના સાહેબ આપી શાંતી, અમન અને ભાઈચારાની ભાવનાનો સંદેશ વધુ મજબુત બનાવશે.

રાજકોટ મુસ્લીમ અગ્રણીઓના જણાવ્યા મુજબ શુક્રવારે સવારે રામનાથપરા ગરૂૂડ ચોક માંથી શહેર ખતીબ મૌલાના સાહેબની આગેવાની હેઠળ ઝુલુસ નીકળશે. આ ઝુલુસમાં રામનાથપરા, હુશેની ચોક, નવી ઘાંચીવાડ, જંગલેશ્વર, દુધની ડેરી, ભગવતીપરા, મનહરપરા, માજોઠીનગર, સુમરા સોસાયટી, દેવપરા, લક્ષ્મીનગર સહિતના વિસ્તારના નાના મોટા 500 જેટલા વાહનો જોડાશે.

સદર વિસ્તાર
શુક્રવારે સવારે નમાઝ બાદ ફુલાબ ચોક માંથી સદર વિસ્તારનું વિશાળ ઝુલુસ સદર જુમ્મા મસ્જીદના ઈમામ સાહેબ તથા સૈયદ સાદતની આગેવાની હેઠળ નીકળશે તેમજ સદર વિસ્તારના ઝુલુસ ફુલછાબ ચોકમાં એકત્ર થશે અને ત્યાંથી હજારો માણસો સાથે 400 થી 500 વાહનો સાથેનું ઝુલુસ શરૂૂ થશે ફુલછાબ ચોકથી શરૂૂ થનાર આ ઝુલુસ સદર બજાર, હરીહર ચોક, એસબીએસ ચોક, ઢેબર ચોક, ત્રિકોણબાગ ચોક, નાગરીક બેન્ક ચોક, મોચી બજાર કોર્ટ ચોક, જંકશન રોડ થઈને હઝરત ગેબનશાહ દરગાહે પહોંચશે અને ત્યાં વિસર્જન થશે.
શહેરના ત્રિકોણબાગ ખાતે રામનાથપરા અને સદર વિસ્તારના ઝુલસો એક થશે અને લાઈનબંધ અને શીસ્ત સાથે રૂૂટ ઉપર ફરશે. શહેરમાં ઝુલુસ દરમ્યાન વિવિધ સ્થળોએ હિન્દુ-મુસ્લીમ સંસ્થાઓ ધ્વારા ઝુલુસનું શાનદાર સ્વાગત પણ થનાર છે. જુઆની નમાઝ દરમ્યાન બપોરે 1 થી 2 ડી.જે. ખાસ બંધ રાખવા વિનંતી તેમજ સ્વચ્છતા જાળવવા વિનંતી કરવામાં આવે છે.

ઝુલુસમાં ઘોડા ને રમાડવાની, હથિયાર લઈને આવવાની મનાઈ કરવામાં આવે છે. ન્યાઝ માટે જે છબીલો બનાવતા હોય તેમને રસ્તા માં સાઈડમાં બનાવવી જેના કારણે ઝુલુસ રોકાય નહી, ટ્રાફીક જામ થાય નહી તેની ખાસ તકેદારી રાખવાા યૌમુન્નબી કમીટી ધ્વારા અપીલ કરવામાં આવે છે. તો ઉપરોકત ઝુલુસમાં મુસ્લીમ બિરાદરો પોતાના ધંધા રોજગાર બંધ કરી સફેદ વસ્ત્રોમાં ઉત્સાહભેર જોડાઈને ઉમટી પડે તે માટે યૌમુન્નબી કમીટીએ અપીલ કરી છે.

ગાયોને ઘાસચારો, સિવિલ, ચિલ્ડ્રન, હોસ્પિટલમાં ફૂટ વિતરણ મંદબુધ્ધિના બાળકોને ભોજન, મઘર ટેરેસા આશ્રમમાં ભોજન

Advertisement
Tags :
Advertisement
Advertisement