ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારત-પાકની તણાવભરી સ્થિતિ વચ્ચે GPSCની પરીક્ષાને લઇ મોટા સમાચાર, 11મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા રાબેતા મુજબ

02:06 PM May 10, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ સરહદ પર પણ પાકિસ્તાન આર્મી તરફથી ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે, જેને કારણે તંગદિલી સર્જાઈ છે. આ દરમિયાન રવિવારે (11 મે) યોજાનારી GPSCની પરીક્ષાને લઈને મોટી અપડેટ છે.

https://x.com/Hasmukhpatelips/status/1921088170923315490

GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે કે, 'ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી આવતી કાલ (11 મે)ની પરીક્ષા યથાવત રહેશે.' આ પરીક્ષા રાબેતા મુજબ ચાલુ જ રહેશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

GPSCની ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, 'રાજ્યના 405 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહી પેકિંગ કર્યા બાદ તેમાં સહી લેવામાં આવશે અને પછી પેકિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જ ઉમેદવારોને બહાર જવા દેવામાં આવશે.

નોંધનીય છે કે, GPSC દ્વારા રવિવારે (11 મે) Assistant Environment Engineer, (GPCB), Class-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

Tags :
Drone attackGPSCGPSC examgujaratgujarat newsindiaindia attackindia newsindia pakistan newsindia pakistan warindia pakistan war newsIndia-Pakistanindian armypakistan attack
Advertisement
Advertisement