ભાજપના શહેર-જિલ્લા પ્રમુખોની વરણીમાં મોટી ગુચ, ઉતરાયણે માંડ આંટી ઉકેલાશે
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ભારે કોકડુ ગુંચવાયું છે. અને આ ગુચ ઉકેલતા ઉતરાયણ આવી જાય તોપણ નવાઈ નહીં 10 તારીખે જ 50% જેટલા પ્રમુખના નામ જાહેર કરવાનું આયોજન હતું. જો કે પ્રદેશે તૈયાર કરેલી પેનલના કેટલાક નામ સામે હાઈકમાન્ડની અસહમતિ હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે મહાનગરોમાં પ્રમુખની પસંદગીને લઈને અસમંજસની સ્થીતી સર્જાઇ છે. જેને લઇને 2 દિવસ બાદ શહેર અને જિલ્લા પ્રમુખના નામ જાહેર થાય એવી શક્યતા છે. કેટલાક જિલ્લા કે શહેરમાં નામ રિપીટ કરવા અંગે સહમતી નહીં હોવાનું પણ લાગી રહ્યુ છે.
સંગઠનમાં હોદ્દો મેળવવા આંતરિક ખેંચતાણ જોરદાર ચાલી રહી છે. ત્યારે હજુ કોને શહેર-જિલ્લા પ્રમુખની કમાન સોંપવી તે મુદ્દે સર્વસંમતિ સધાઈ શકી નથી. આ કારણોસર ભાજપ શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંકમાં એકાદ-બે દિવસનો વિલંબ થઈ શકે છે. ભાજપ શહેર-જિલ્લા પ્રમુખપદ મેળવવા માટે એક હજારથી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. ઉમેદવારો વચ્ચે હરીફાઇ હોવાથી પદ મેળવવા દાવેદારો પોતાની લોબિંગ પણ શરૂૂ કરી છે.તો બીજી તરફ પ્રદેશ પ્રમુખો માટેની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં મોડમાં જોવા મળી રહી છે. પ્રદેશ પ્રમુખોની ચૂંટણી માટે અધિકારીઓની નિમણૂંક કરાઈ છે. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી બનાવાયા છે. ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના પ્રદેશ પ્રમુખ ચૂંટણી અધિકારી બનાવાયા છે. પ્રદેશ નીરીક્ષકોનો દિલ્હીનો પ્રવાસ લંબાયો છે તે જોતાં હજુ શહેર-જિલ્લા પ્રમુખના નામોની નિમણૂંકમાં એકાદ બે દિવસનો વિલંબ થઇ શકેછે. હાઈકમાન્ડની લીલીઝંડી મળતાં જ સતાવાર ઘોષણા થઇ શકે છે.