રાજકોટના નાના-મધ્યમ ઉદ્યોગોને મોટો ફાયદો
ધીરાણ માટે ક્રેડીટ ગેરન્ટીની લિમીટ વધી, સ્ટાર્ટઅપ અને એમએસએમઇને ર0 કરોડ સુધીનું લોન ગેરંટી કવર : પ00 કરોડના ટર્ન ઓવર સુધી એમએસએમઇના લાભો મેળવી શકાશે
આજે રજુ થયેલા બજેટમા મેન્યુફેકચરીંગ હબ રાજકોટના અલગ અલગ લઘુ, સુક્ષ્મ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને વેગ મળે તે માટે અનેક જાહેરાતો કરવામા આવી છે. આજે રજુ થયેલ બજેટમા ઉદ્યોગોને પણ જે ઉદ્યોગો ઉદ્યમ પોર્ટલ પર રજીસ્ટર હોય તેમને પ લાખ રૂપિયા સુધીની લિમીટના ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરવામા આવી છે. જેના પગલે રાજકોટના લાખો લોકોને ફાયદો થશે.
આ ઉપરાંત એમએસએમઇ ઉદ્યોગોને મળતા ધીરાણ માટે ક્રેડીટ ગેરન્ટીની લિમીટ પણ વધારી આપવામા આવી છે. હવે સ્ટાર્ટઅપ અને એમએસએમઇ ર0 કરોડ સુધીની લોન ક્રેડીટ ગેરંટી કવર હેઠળ મેળવી શકશે. રાજકોટમા ફાઉન્ડ્રી, ઓટો મોબાઇલ, ફોર્જીંગ, પંપ, હાર્ડવેર સહિતના અનેક ઉદ્યોગો છે જેમાથી મોટાભાગના એમએસએમઇ કેટેગરીમા આવે છે. હવે એમએસએમઇમા ઉદ્યોગોને સમાવવા માટેના ટર્ન ઓવરની મર્યાદા પણ વધારી દેવામા આવી છે.
અગાઉ સુક્ષ્મ ઉદ્યોગ માટે 1 કરોડની રોકાણ મર્યાદા હવે ર.પ કરોડ, લઘુ ઉદ્યોગ માટેની રોકાણ મર્યાદા 10 કરોડની જગ્યાએ રપ કરોડ અને મધ્યમ ઉદ્યોગ માટેની રોકાણ મર્યાદા પ0 કરોડની જગ્યાએ 1રપ કરોડ કરી દેવામા આવી છે. આ ઉપરાંત ટર્ન ઓવર મર્યાદા સુક્ષ્મ ઉદ્યોગ માટે 10 કરોડ, લઘુ ઉદ્યોગો માટે 100 કરોડ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે પ00 કરોડ કરી દેવામા આવી છે. જેના લીધે રાજકોટમા હવે મોટાભાગના ઉદ્યોગોને એમએસએમઇ અંતર્ગત મળતા લાભોનો ફાયદો થશે.
પહેલી વખત ધંધો ચાલુ કરવા પર ર કરોડ સુધીની લોન મળી શકશે
આજે રજુ થયેલા બજેટમા ફર્સ્ટ ટાઇમ એન્ટરપ્રેનીયોર માટે એક નવી સ્કીમની જાહેરાત કરવામા આવી છે જેમા પાંચ લાખ ફર્સ્ટ ટાઇમ એન્ટરપ્રેમીયોરને (મહિલા, એસસી/એસટી અરજદારો સહિત) બે કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવા માટેની જોગવાઇ કરવામા આવી છે. આને પરિણામે પહેલી વખત ધંધામા ઝંપલાવતા ઉદ્યોગ સાહસિકો માટે લોન મેળવવી સરળ બની જશે.