દાદાનો સંવેદનશીલ નિર્ણય, એસટીમાં ચાલુ ફરજે નિધન પામનાર કર્મચારીઓને 14 લાખ સહાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસટી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ માહિતી આપી છે. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના કર્મચારીઓના ચાલુ ફરજે થતાં નિધનમાં ચુકવવામાં આવતી સહાયમાં વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયથી એસટી વિભાગમાં કામ કરતા લાખો કર્મચારીઓને ફાયદો થશે.
રાજ્ય સરકારે ચાલુ ફરજ દરમિયાન નિધન પામતા કર્મચારીઓના પરિવારજનોને ચુકવવામાં આવતી સહાયમાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા હવે એસટી વિભાગમાં ફરજ દરમિયાન જો કોઈ કર્મચારીનું નિધન થશે તો તેના પરિવારજનોને 14 લાખ રૂૂપિયાની સહાય ચુકવવામાં આવશે. આ બાબતે ટૂંક સમયમાં વિગતવાર આદેશ પણ જાહેર કરવામાં આવશે.
વાહન-વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લખ્યું છે કે, દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં રૂૂ. 8 થી 10 લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે રૂૂ.14 લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓનું જો ફરજ દરમિયાન નિધન થાય તો તેમના પરિવારજનોને પહેલા 4થી 6 લાખ રૂૂપિયા સહાય ચુકવવામાં આવતી હતી. પરંતુ રાજ્ય સરકારે આ સહાયમાં હવે આઠ લાખ રૂૂપિયા જેટલો વધારો કર્યો છે.