For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના સરતાનપર ગામે યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

01:28 PM Feb 13, 2024 IST | Bhumika
ભાવનગરના સરતાનપર ગામે યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. જેમા ગતરાત્રે સરતાનપર બંદર ગામના યુવાને વાડીએ આવેલ ઓરડીમાં જઇ ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધો હતો. સરતાનપર ગામના 32 વર્ષની ઉંમરે પાંચ દીકરીઓ અને એક દીકરો મળી કુલ છ સંતાનના પિતા સંતોષ કેશાભાઈ બારૈયાએ વાડીની ઓરડીમાં એકલતાનો મોકો જોઈ ગળેફાંસો ખાઈ દુનિયાને અલવિદા કરી દીધી છે. ક્યાં કારણસર અંતિમ પગલું ભરવા યુવક મજબુર થયો તે કારણ અકબંધ રહ્યું છે. તળાજા પોલીસે એ.ડી.નોંધી તપાસ સવજીભાઈ બોરીચા ચલાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement