For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરનું જીવાદોરી સમાન બોર તળાવ થયું ઓવરફ્લો

11:55 AM Sep 23, 2025 IST | Bhumika
ભાવનગરનું જીવાદોરી સમાન બોર તળાવ થયું ઓવરફ્લો

નગરજનો નવા નીર જોવા બોર તળાવે ઉમટી પડયા

Advertisement

ભાવનગર શહેરનું બોર તળાવ આજે સવારે છલકાયું હતું. જિલ્લાનવશેત્રુંજી ડેમ બાદ બોરતળાવ છલકાઈ જતા ભાવનગરવાસીઓમાં હર્ષની લાગણી ફેલાય છે.

આજે નવરાત્રીના પ્રથમ દિવસે ભાવનગરવાસિયો માટે સારા સમાચાર છે. ભાવનગર શહેરનું બોર તળાવ (ગૌરીશંકર સરોવર) ઉપર વાસના વરસાદને કારણે આજે સવારે છલકાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજય ડેમ ચાલુ સિઝનમાં ગઈકાલે ફરી પાંચમી વખત છલકાયો છે. એટલે ભાવનગર ના બંને મહત્વના શેત્રુંજી ડેમ અને બોર તળાવ છલકાઈ જતા ભાવેણાવાસીઓમાં હર્ષની લાગણી ફેલાય છે. આજે સવારે બોર તળાવ છલકાઈ ગયું હોવાની જાણ થતાં નગરજનો નવા નીર જોવા બોરતળાવ ઉમટી પડ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement