ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરનો દબદબો, સોલંકી યથાવત, વાઘાણીને ફરી તક

11:38 AM Oct 18, 2025 IST | Bhumika
Advertisement

પરસોતમ સોલંકીને રાજ્યકક્ષામાં અને જીતુભાઇને કેબીનેટમાં સ્થાન અપાયું: સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી

Advertisement

રાજ્યના મંત્રીમંડળમાં ભાવનગરના બે ધારાસભ્યોનો મંત્રી પદે સમાવેશ થતા મંત્રી મંડળ માં ભાવનગરનું મહત્વ વધ્યું છે. પરસોત્તમભાઈ સોલંકી ને મંત્રી પદે યથાવત રાખવામાં આવ્યા છે .જ્યારે જીતુભાઈ વાઘાણી ને કેબિનેટ કક્ષાનું પ્રધાનપદુ પ્રાપ્ત થયું છે. આમ ભાવનગરનો રાજ્યના મંત્રી મંડળ માં દબદબો વધ્યો છે.

ભાવનગરમાંથી બે ધારાસભ્યો રાજ્યના મંત્રી પદે નિયુક્ત થતા બંને લોકપ્રિય નેતાઓ જીતુભાઈ વાઘાણી અને પરસોત્તમભાઈ સોલંકી ના વિશાળ ચાહકવર્ગમાં તેમજ ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ હતી. શહેર ભાજપ કાર્યાલય ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જ્યારે ભાવનગર સ્થિત પરષોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાન મીરાકુંજ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા અને ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ આપી ખુશી વ્યક્ત કરી હતી.કોળી સમાજના લોકલાડીલા નેતા પુરૂૂષોતમભાઈ સોલંકીને પડતા મુકવા ભાજપને પરવડે તેમ નથી. અને તેનો કોઈ વિકલ્પ નથી.

મુંબઈ થી ભાવનગર આવેલા પુરષોત્તમભાઈ સોલંકી એ બહુમતકોળી સમાજમાં અભૂતપૂર્વ લોક ચાહના પ્રાપ્ત કરી છે. મુંબઈમાં નગર સેવકથી ગુજરાતના મંત્રી સુધીની સફર ભાવનગરમાં લોકસભામાં અપક્ષ લડી તાકાત બતાવનાર પુરૂૂષોતમભાઈ સોલંકી ભાજપમાં જોડાયા અને કોળી સમાજના સિંહ તરીકે જાણીતા બન્યા છે. રાજ્યના દરેક મંત્રીમંડળમાં મંત્રી રહેલા સોલંકી નાદુરસ્ત તબિયત છતા પાર્ટી માટે ખરા સમયે યોધ્ધા બને છે. માત્ર ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ સમાજ ઉપર તેની સારી પકડ છે. આજે પરસોતમભાઈ સોલંકી ને ફરી મંત્રી પદ પ્રાપ્ત થતા ભાવનગર સ્થિત તેમના નિવાસસ્થાન મીરાકુંજ ખાતે કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. ઢોલ નગારા સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને કાર્યકરોએ એકબીજા ને મીઠાઈ ખવડાવી હતી.

ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ને કેબિનેટ મંત્રી નો દરજ્જો આપવામાં આવ્યો છે તેઓને કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી બનાવાયા છે. જીતુભાઈ ની રાજકીય સફર એ.બી.વી.પી. થી શરૂૂઆત થઈ હતી. ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પશ્ચિમની બેઠક ઉપર 3 ટર્મથી ધારાસભ્ય રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી, રાજયના શિક્ષણમંત્રી બન્યા અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને હવે ફરી એક વખત થયુ કેબિનેટ મંત્રી બન્યા છે. જીતુભાઈ ફરી મંત્રી બનતા ભાવનગરમાં તેના વિશાળ ચાહકોમાં તેમજ ભાજપ ના આગેવાનો અને કાર્યકરોમાં માં ભારે ઉત્સાહ અને હર્ષની લાગણી ફલાઈ હતી. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે જીતુભાઈ મંત્રી બનતા ફટાકડા ફૂટ્યા હતા. આમ ભાવનગર જિલ્લા નુ મંત્રીમંડળમાં મહત્વ વધ્યું છે. જિલ્લાના બે ધારાસભ્યો મંત્રી બનતા ભાવનગરનો ફરી મંત્રીમંડળમાં દબદબો વધ્યો છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsPolitics
Advertisement
Next Article
Advertisement