ભાવનગરના વેપારીને GSTનાં દંડમાં દેણું થઇ જતા રાજકોટમાં 70 લાખની ચોરી કરી
ભક્તિનગર સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચ, ભાવનગરથી સ્કુટર લઇ રાજકોટ ચોરી કરવા આવ્યો
રાજકોટના ભક્તિનગર સોસાયટી શેરી નં. પમાં રહેતા અને પેલેસ રોડ પર ઘડામણ ધ ફાઇન ક્રાફટીંગ નામની પેઢી ધરાવતા દિશાંત રાણપરા દિવાળીના દિવસે પરિવારજનો સાથે દુકાને ચોપડાપૂજન કરવા ત્યારે ત્રણ કલાક બંધ રહેલા તેમના મકાન માંથી રૂૂા. 40 લાખની મત્તાની ચોરી થઈ હતી. આ ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી લઈ ભાવનગરમાં રેલવે સ્ટેશન રોડ પર રહેતા અને ભંગારનો ડેલો ધરાવતા વેપારી ઈરફાન ઉર્ફે ભૂરો ઇકબાલ સમાને ઝડપી લઇ 70 લાખની મતા કબજે કરી હતી.
ભંગારના વેપારીને જીએસટીમાં મોટો દંડ આવતા દેણું થઇ જતા તે દેણું ચુકવવા ઈરફાન સ્કુટર લઇ ભાવનગરથી રાજકોટ આવી ભક્તિનગર સોસાયટીમાં સોની વેપારીના મકાનને નિશાન બનાવી માત્ર 30 મિનીટમાં ચોરી કરી નાસી ગયો હતો.આરોપી ઈરફાન ઝડપાઇ જતાં જ ચોરીનો આંક રૂૂા. 40 લાખ નહીં પરંતુ રૂૂા. 70 લાખ હોવાનું બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે રૂૂા. 65.48 લાખના સોનાના દાગીના, રૂૂા. 1.32 લાખની કિંમતના ચાંદીના દાગીના, રૂૂા. 2.35 લાખની રોકડ, ગુનામાં વપરાયેલું એક્સેસ, મોબાઈલ ફોન, ત્રણ આધાર આરોપી ઈરફાન સામે 2018ની સાલમાં ભાવનગરના નિલમબાગ પોલીસમથકમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. દિવાળીના દિવસે જે પણ બંધ મકાન મળે તેમાં ચોરી કરવાના ઈરાદે તે ભાવનગરથી રાજકોટ આવવા નીકળ્યો હતો. તેણે પોતાની એકસેસની નંબર પ્લેટ કાઢી નાખી હતી.
એટલું જ નહીં ભાવનગરથી નીકળ્યો ત્યારે મોઢા ઉપર રૂૂમાલ બાંધી લીધો હતો. શિહોર, આટકોટ અને સરધાર થઈ રાજકોટની ભક્તિનગર સોસાયટીમાં પહોંચ્યો હતો. જ્યાં દિશાંતભાઈનો બંગલો બંધ હોવાનું દેખાયું હતું. એટલુ જ નહીં શેરીમાં પણ કોઈ ન હોવાથી બાલ્કનીથી બંગલામાં ઘૂસ્યો હતો. ત્યાર પછીના દરવાજા આસાનીથી ખૂલી ગયા હતા. એટલુ જ નહીં રૂૂમમાં એક મોટી તિજોરી હતી. જેની ચાવી પણ નજીક પડી હતી. જેના વડે તિજોરી ખોલી ચોરી કરી હતી. આ ઉપરાંત બંગલામાં સ્થિત રસોડામાંથી સાણસી, ચપ્પુ વગેરે વડે બીજા ખાના તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચોરી કર્યા બાદ બંગલાના પાછળના ભાગેથી નીકળી પોતાના એક્સેસ પર જે રૂૂટ પરથી આવ્યો હતો તે જ રૂૂટ પરથી ભાવનગર પોતાના ઘરે પહોંચી ગયો હતો. બીજી તરફ ભક્તિનગર પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમોએ તપાસમાં ઝુકાવ્યું હતું.
ક્રાઈમ બ્રાંચની જુદી-જુદી ટીમોએ સીસીટીવી કેમેરા તપાસી આખરે તેને દબોચી લઈ તેની પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.ક્રાઈમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું કે ઈરફાન ભંગારનો વેપારી હોય અને જીએસટી ચોરીમાં તેને મોટો દંડ ફટકારવામાં આવ્યો હોય જેથી તે દેણામાં આવી ગયો હતો અને દેણું ચુકવવા તેણે શોર્ટકટથી રૂૂપિયા મેળવવા ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને સ્થાનિક ભાવનગરને બદલે રાજકોટમાં ચોરી કરવા આવ્યો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચનાથી એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ. આર. ગોંડલીયા,એમ. એલ. ડામોર,સી. એચ. જાદવની ટીમના પીએસઆઈ એ. એન. પરમાર,એસ. વી. ચુડાસમાં, વી. ડી. ડોડીયા,એમ. વી. મોવલીયા, એ. એસ. ગરચર સાથે એ.એસ.આઇ. વિજયરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત, વિજયભાઇ સોઢા, સંજયભાઇ દાફડા, જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, પ્રદિપસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ, રાજેશભાઇ જળુ, જયરાજભાઇ કોટીલા, દિલીપભાઇ બોરીચા, સુભાષભાઇ ઘોઘરી, સંજયભાઇ રૂૂપાપરા, મોહિલરાજસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર, ઉમેશભાઇ ચાવડા, કિશનભાઇ પાંભર, મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ અલગોતર, અનુજભાઇ ડાંગર, વિશાલભાઇ દવે, કરણભાઇ કોઠીવાલ, જીલુભાઇ ગરચર, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજા, પંશાતભાઇ ચુડાસમાંએ કામગીરી કરી હતી.
પોલીસને થાપ આપવાના ઈરફાનના બધા કીમિયા નાકામ 200 સીસીટીવી કેમેરા તપાસી ક્રાઇમ બ્રાંચે અંતે ઝડપ લીધો
ચોરીમાં પકડાયેલ ઈરફાને પોલીસ તેના સુધી ક્યારેય પણ પહોંચી ન શકે તે માટે તમામ તકેદારી રાખી હતી. સૌથી પહેલા તેણે પોતાના એક્સેસની બંને નંબર પ્લેટ કાઢી નાખી હતી. ભાવનગરથી નીકળ્યો ત્યારે મોઢા ઉપર રૂૂમાલ બાંધી લીધો હતો. ચોરી કર્યા બાદ ઘરે પહોંચ્યા સુધીમાં ત્રણ વખત કપડા બદલ્યા હતા. અને ભાવનગર સુધી તેણે મોઢા ઉપરથી રૂૂમાલ ઉતાર્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે રાત-દિવસ એક કરી રાજકોટથી ભાવનગર સુધીમાં અંદાજે 200 જેટલાં સીસીટીવી કેમેરા તપાસ્યા બાદ આખરે ઈરફાનને ઝડપી લીધો હતો. ઈરફાને પોલીસને થાપ આપવાના તમામ રસ્તા અજમાવી લીધા હતા. આમ છતાં તે ઝડપાઈ ગયો હતો.