For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલામાં ભારતીય કિસાન સંઘે આપ્યું આવેદનપત્ર

12:06 PM Nov 03, 2025 IST | admin
રાજુલામાં ભારતીય કિસાન સંઘે આપ્યું આવેદનપત્ર

રાજુલા જાફરાબાદ માં સતત ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની થવા પામેલ છે ત્યારે આજે રાજુલા શહેરમાં ભારતીય કિસાન દ્વારા આજે ખેડૂતોની સાથે રાખીને રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યો. પ્રથમ ખેડૂતો રાજુલા માર્કેટિંગ યાર્ડમાં એકત્રિત થયેલા અને ત્યારબાદ રેલી સ્વરૂૂપે રાજુલા પ્રાંત કચેરીએ પહોંચેલા જ્યાં સૂત્રોચાર સાથે પોતાનો વિરોધ દર્શાવેલો અને આ વિરોધમાં તારીખ 25.10.2025 થી ધોધમાર વરસાદ શરૂૂ થયેલો ખેડૂતોના તૈયાર થયેલા પાક ખેતરમાં પડ્યા છે તે સદંતર નિષ્ફળ ગયેલ છે.

Advertisement

અને આ આ ભારે વરસાદમાં ખેડૂતોનું પાક તણાઈ પણ ગયેલો છે ત્યારે આ પંથકના ખેડૂને પાક ધિરાણ માફ કરવા બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદન પત્રમાં સાથે જણાવવામાં આવેલું કે સરકાર દ્વારા જે ડિજિટલ સર્વે કરવા નો હુકમ કરવામાં આવેલ છે તે ડિજિટલ સર્વે કરવું નહીં અને ખેડૂતોને પૂરેપૂરી માફી આપવી તેવી ભારતીય કિસાન સંઘની આ આવેદનપત્રમાં માગણી ઉઠવા પામેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement