પોપટપરાના નામચીન ભરત કુંગશિયાએ ફરી લખણ ઝળકાવ્યા, વેપારીને આપી ધમકી
અગાઉની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી વેપારીને ધારિયું બતાવ્યુ
શહેરના નામચીન ભરત કુગસિયા એ ફરી લખાણ ઝળકાવ્યા છે.શહેરના નાનામવા રોડ પર શાસ્ત્રીનગર પાછળ ન્યુ ગાંધીનગર સોસાયટીમાં રહેતાં અને પોપટપરામાં રામજી મંદિર પાછળ રાધીકા ડેરી નામે દુકાન ધરાવતા પ્રવિણભાઈ રવજીભાઈ કાકડીયા (ઉ.વ.56)ને ગઈ તા.4ના તેની દુકાન પાસે હતા ત્યારે નામચીન ભરત રઘુભાઈ કુંગશીયા (રહે.રોણકી)એ ધારીયુ બતાવી તેને અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રવિણભાઈએ પોલીસને જણાવ્યું કે અગાઉ તેના ભાઈ વિરજીભાઈ કાકડીયા અને તેના સબંધી તેમજ તેના ભાઈના દિકરા કલ્પેશ સાથે નામચીન
ભરત કુંગશીયા અને તેના સંબંધીઓ દ્વારા ભુતવડની જમીન બાબતે માથાકુટ કરી હુમલો કર્યો હતો.જે બનાવમાં ફરિયાદો નોંધાઈ હતી.હાલ તે કેસ કોર્ટમાં ચાલુ છે.ગઇ તા.4નાં તે વિજયભાઈ બારડ સહિતના સાથે દુકાને હતા ત્યારે જીપમાં
ધસી ગયેલા ભરત કુંગશીયાએ દરવાજો ખોલી બોલાવતા તે ત્યાં ગયા હતા. આ સમયે આરોપીએ તેને નમારી સામે જેટલા કેસો કરવામાં આવ્યા છે તે પરત ખેંચી લેજો, મારી સાથે સમાધાન કરી લ્યો, જો કોર્ટમાંથી મારી સામેના કેસો પરત નહીં ખેંચશો તો હું તને અને તારા પરિવારના સભ્યોને જાનથી મારી નાખીશથ કહી જીપમાં પડેલું ધારીયું બતાવી નહું હથિયાર સાથે જ રાખું છું કહી ત્યાંથી ભાગી ગયો હતો.આ મામલે હવે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઈ ડી.વી. ખાંભલા અને સ્ટાફે વધુ તપાસ શરૂૂ કરી છે.