For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉમિયાધામ સિદસરમાં મહોત્સવની ભાદરવા સુદ પૂનમે ઉમંગભરી ઉછામણી

01:12 PM Sep 16, 2024 IST | Bhumika
ઉમિયાધામ સિદસરમાં મહોત્સવની ભાદરવા સુદ પૂનમે ઉમંગભરી ઉછામણી
Advertisement

ઉમિયાધામ સિદસર દ્રારા છેલ્લા સાડા ત્રણ દાયકામાં ત્રણ યાદગાર અને અવિસ્મરણીય મહોત્સવ થકી કુળદેવી મૉં ઉમિયાના સાનીધ્યમાં ભકિતની શકિત સાથે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે અનેક યોજના પ્રવૃતિઓ, કાર્યક્રમો કરવામાં આવેલ છે. સિદસર ખાતે આગામી રપથી 29 ડીસેમ્બર 2024 માં ઉમિયા માતાજીનો 1રપ મો પ્રાગટ્ય મહોત્સવ રંગે ચંગે ઉજવવાશે. જેની ઉમગભરી ઉછામણી ભાદરવી સુદ પૂનમ તા. 18 સપ્ટે. ને બુધવારે સવારે 9:30 કલાકે ઉમિયાધામ સિદસર ખાતે યોજાશે.

ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા 1985મા માઁ ઉમિયાના મંદિરના પુન:નિર્માણ સમયે પૂન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ ત્યારબાદ 1999 માં ઉમિયા માતાજીના પ્રાગટયના 100 વર્ષ નિમિતે મૉં ઉમિયા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરેલ ર012 ના રજતજયંતિ મહોત્સવના સફળ આયોજન બાદ આગામી તા. રપ થી ર9 ડીસેમ્બર 2024 માં મૉં ઉમિયા પ્રાગટયની 125 માં વર્ષની ઉજવણી નિમિતે સવા શતાબ્દી મહોત્સવ યોજાશે. ઉમિયાધામ સિદસર ખાતે યોજાનારા શ્રી 1મ શતાબ્દી મહોત્સવ ના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની વરણી કરવામાં આવી છે.ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યુ છે કે 2001થી 2021 સુધી બે દાયકામાં ઉમિયાધામ સિદસર દ્રારા સૌરાષ્ટ્રના 1ર જીલ્લા પ8 તાલુકા અને 740 ગામોમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા ઉમિયા સમૃધ્ધી યોજના-1 અને ર ના માધ્યમથી 20 જેટલા શૈક્ષણીક સંકુલો, અતિથિભવનો, સામાજીક અને આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે વિવિધ કામગીરી 3રપ કરોડ જેટલી રકમના સામાજીક કાર્યો થકી પાટીદાર સમાજના ઉત્થાન માટે કાર્યો થયા છે. ઉમિયા ધામના ઉપપ્રમુખો ચીમનભાઈ શાપરીયા અને જગદિશભાઈ કોટડીયાએ દાતાઓના અનુદાન સાથે સ્વયંસેવકોના શ્રમદાન થકી પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે 2024 ના મહોત્સવને સફળ બનાવવા તન-મન-ધનથી યોગદાન આપવા હાંકલ કરી છે.મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રના બે લાખ પરિવારોમાં સંસ્કાર વારસો જાળવવા અને સમાજને એક તાંતણે બાંધવા ઉમિયાધામ ખાતે ડીસેમ્બર 2024 માં સવા શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

Advertisement

સમગ્ર મહોત્સવના યજમાનોની ઉમગભેર ઉછામણીનો કાર્યક્રમ ભાદરવા સુદ પૂનમ તા. 18 સપ્ટે. બુધવારે સવારે 9:30 કલાકે ઉમિયાધામ સિદસર ખાતે ટ્રસ્ટીઓ, દાતાઓ, શ્રેષ્ઠીઓ, આગેવાનો, કારોબારી સભ્યો, ઉમિયા પરિવાર સંગઠન સમિતિના સભ્યોની ઉપસ્થિતીમાં યોજાશે.સંગઠન પ્રમુખ કૌશિકભાઈ રાબડીયા તથા કાર્યાલય મંત્રી નરસિંહભાઇ માકડીયાએ જણાવેલ કે ઉમિયાધામ સિદસર ખાતે હર વર્ષની માફક આ વર્ષે પણમા ઉમિયાના 125માં પ્રાગટય દિન નિમિતે ભાદરવી સુદ પુનમ ને તા. 18 સપ્ટેમ્બરના રોજ 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ મહાયજ્ઞમાં ભાગ લેવા સૌરાષ્ટ્રભર માંથી રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, જામજોધપુર, પાનેલી, ઉપલેટા, ધોરાજી સહીતના વિવિધ શહેરો તેમજ તાલુકાઓમાંથી 30 જેટલા પદયાત્રીકોનો સંધ સિદસર માં પહોંચશે. આશરે 30થી 35 હજાર પદયાત્રીકો, ભાવિકો સહીત ભાદરવી પુનમે સિદસર માતાજીના દર્શનનો લ્હાવો લેશે. ભાદરવી પૂનમે યોજાનાર આ મહાયજ્ઞના યજમાન તરીકે જયશ્રીબેન તથા ચંદુભાઈ ભીમજીભાઈ ગોપાણી, પ્રવિણાબેન તથા જીતુભાઈ હંસરાજભાઈ ગોપાણી તેમજ ધ્વજા પૂજન વિધિના યજમાન તરીકે શિતલબેન તથા જસ્મીનભાઈ જમનભાઈ હિંસુ, ગીતાબેન તથા રવિભાઈ ગીરધરભાઈ કાનાણી, કિર્તીબેન તથા દિપકભાઈ અમરશીભાઈ ગોપાણી લ્હાવો લેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement