રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાદરવે ચોમાસું જામ્યું: સૌરાષ્ટ્રમાં અનરાધાર 6 ઈંચ

12:59 PM Sep 28, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

નર્મદા જિલ્લામાં 7 ઈંચ, જૂનાગઢ, ઉમરપાડા-5, ધોરાજી, માણાવદર, માંગરોળ, પોરબંદર, ઉપલેટા, તાલાલા, ભાણવડમાં 4 ઈંચ ખાબક્યો

ભાદરવા માસનો પ્રારંભ થતાં જ ચોમાસુ વિદાય લેતું હોય છે. પરંતુ અડધો ભાદરવો પુરો થયો છતાં મેઘરાજાએ નવુ સ્વરૂપ પ્રગટ કરી છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં અનરાધાર વરસવાનું શરૂ કર્યુ છે. જેમાં ગઈકાલે સૌરાષ્ટ્ર ઉપર મહેરબાન થઈ જૂનાગઢ, માણાવદર, ધોરાજી, માંગરોળ, પોરબંદર, ઉપલેટા, તાલાલા, ભાણવડ સહિતના પંથકમાં 4થી 6 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં નદીઓ ફરી વખત બે કાંઠે વહેતી જોવા મળી હતી. જેના લીધે અનેક જળાશયોમાં નવા નીરની આવક થતાં ડેમ ઓવરફ્લો થયા હતાં. સતત ત્રણ દિવસથી વરસતા વરસાદને પગલે ખેડુતોના અમુક પાકને ફાયદો થયાનું જ્યારે ખેતરમાં તૈયાર કરીને રાખવામાં આવેલા પાકને વ્યાપક નુક્શાન થયાનું જાણવા મળેલ છે.

રાજ્યભરમાં ગઈકાલે પણ 233 તાલુકાઓમાં 1થી 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. નર્મદા જિલ્લામાં સાગબારા અને સુરતના ઉમરપાડામાં 5 થી 7 ઈંચ વરસાદ જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં 6 ઈંચ, જૂનાગઢ 5 ઈંચ, ઉપલેટા પાંચ ઈંચ, ધોરાજી 4॥ તથા માણાવદર, માંગરોળ, પોરબંદર, ઉપલેટા, ભાણવડ અને તાલાલા પંથકમાં 4 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. જ્યારે વિસાવદર, વંથલી, લાલપુર, મેંદરડા, ગોંડલમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે સુરેન્દ્રનગરના ચુડા, કુકાવાવ, જામ કંડોરણા, કોટડા સાંગાણી, જેતપુર, ભેંસાણ, ચોટીલા, માળિયા હાટીના, કેશોદ, વાંકાનેર, ગીરગઢડા સહિતના પંથકમાં એક ઈંચથી અઢી ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું.

હવામાન વિભાગ દ્વારા સતત પાંચ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી, તાપી, જિલ્લાને ઘમરોળ્યા બાદ ગઈકાલે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં અઢીથી 6 ઈંચ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેના કારણે શિયાળુ પાકનું વાવેતર થયું હોય તેવા ખેડુતોને વરસાદના કારણે મોટો ફાયદો થયો છે. જ્યારે પાક લણી લીધા બાદ ખેતરમાં પડ્યો હોય તેના ઉપર વરસાદ વરસતા અનેક ખેડુતોને નુક્શાન થયાનું જાણવા મળેલ છે. ગઈકાલે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં બે થી 6 ઈંચ વરસાદ વરસતા મોટાભાગની નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. જેના લીધે અનેક શહેરોને પીવાનું પાણી પુરુ પાડતા જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. ડેમમાં નવા નીર આવતા સિંચાઈને મોટો ફાયદો થશે તેમ સિંચાઈ વિભાગે જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsHeavy RainMonsoonrain fallSaurashtra
Advertisement
Next Article
Advertisement