For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘વુમન્સ ડે’ ગિફટની લિંકથી સાવધાન: પૈસાની લાલચ આપી મહિલાઓના ડેટાની ચોરી

04:41 PM Mar 08, 2025 IST | Bhumika
‘વુમન્સ ડે’ ગિફટની લિંકથી સાવધાન  પૈસાની લાલચ આપી મહિલાઓના ડેટાની ચોરી
Oplus_131072

મોબાઇલ યુઝર્સને આ લિંક 20 વ્હોટ્સએપ એકાઉન્ટમાં મોકલવાનું કહી છ હજારની લાલચ આપવામાં આવે છે

Advertisement

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વમાં ઊજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આડમાં સાયબર અપરાધીઓએ મહિલાઓનો પર્સનલ ડેટા ચોરવા માટે ડિમાર્ટના નામની ફેક લિંક વાઇરલ કરી છે, જેના માધ્યમથી અનેક લોકોને આ લિંક ફોર્વર્ડ કરવાનું કહી ગિફ્ટ બોકસ ખોલવાનુ કહી અલગ - અલગ ટાસ્ક આપી છેતરપીંડી આચરવામા આવી રહી છે .

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આડમાં સાયબર અપરાધીઓ દ્વારા જે ફેક લિંક વાઇરલ કરી છે, એ લિંકના માધ્યમથી સાયબર અપરાધીઓ તમામ મહિલાઓને જણાવી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ડિમાર્ટ તરફથી જે મહિલાઓ આ લિંક પર ક્લિક કરશે અને મિસ્ટ્રી બોક્સ પર ક્લિક કરશે તો તે 6000 રૂૂપિયા જીતશે. એકવાર 6000 રૂૂપિયા જીતી લીધા બાદ તે મહિલાએ રૂૂપિયા મેળવવા માટે ફરજિયાતપણે ડિમાર્ટના નામની ફેક લિંકને 5 વ્હોટ્સએપ ગ્રુપ્સ પર કાં તો 20 વ્હોટ્સએપ યુઝર્સને મોકલવી પડશે. ત્યાર બાદ એક રજિસ્ટ્રેશન ફોર્મ ફરજિયાતપણે ભરવું પડશે, જેમાં પર્સનલ ડેટા, જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી વિગતો ભરવી પડશે. ત્યાર બાદ પાંચથી સાત દિવસમાં 6000 રૂૂપિયા તેમને મળી શકશે.

Advertisement

આ અંગે સાયબર એક્સપર્ટે જણાવ્યું હતું કે મારા દ્વારા ફેક લિંકનું 360 ડિગ્રી ટેક્નિકલ એનાલિસિસ કરતાં એ બાબત સામે આવી કે આ વેબસાઈટને માર્ચ મહિનાની ત્રીજી તારીખે જ હોસ્ટ કરવામાં આવી છે. ત્યાર બાદ એને વ્હોટ્સએપ થકી વાઇરલ કરવામાં આવી છે. એના ડોમેઇનને ચેક કરતાં સર્વર લોકેશન, અક્ષાંશ અને રેખાંશની માહિતી તેમજ સ્થળની માહિતી અનનોન રાખી હતી.

તેણે વધુમાં કહ્યું હતું કે લિંક પર ક્લિક કરનારને મુખ્ય ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાં શું તમે ડિમાર્ટને ઓળખો છો? તમારી ઉંમર શું છે? તમે ડિમાર્ટ માટે શું વિચારો છો? આવા ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યાર બાદ મિસ્ટરી બોક્સ યુઝર સામે રજૂ કરવામાં આવે છે અને યુઝરને તેના પર ક્લિક કરવાનું હોય છે. તેનું અલ્ગોરિધમ એ પ્રકારે સેટ કરેલુ હોય છે કે કોઈપણ યુઝર બીજીવાર ક્લિક કરશે, ત્યાર બાદ જ એ 6000 રૂૂપિયા મિસ્ટરી બોક્સમાંથી બહાર આવશે. તેને મેળવવા માટે યુઝરે આ ફેક લિંકને પાંચ વ્હોટ્સએપ ગ્રુપ્સ અથવા 20 જણાને વ્હોટ્સએપ પર મોકલવી પડશે.

તેણે વધુમાં કહ્યું હતું કે અહીં પણ એવું અલ્ગોરિધમ નિર્ધારિત કરવામાં આવ્યું છે. યુઝરને એ 90 જણને વ્હોટ્સએપ પર મોકલ્યા બાદ જ સ્ટેટસ બાર 100 ટકા પૂર્ણ થાય છે. આ પ્રકારની તમામ બાબત પૂર્ણ થયા બાદ યુઝર્સને અંતિમ તબક્કામાં લઈ જવામાં આવે છે, ત્યાં સાયબર અપરાધીઓ ગેમ રમે છે. ત્યાં યુઝર પાસે વેરિફિકેશન મેથડ અનુસરવાનું કહેવામાં આવે છે, જેમાં તેને મોબાઈલ ડિવાઈસ વેરિફાય કરવાનું, સર્વે લિંક પર ક્લિક કરવાનું તેમજ ફોન વેરિફિકેશન કરવાનું કહેવામાં આવે છે. તે થકી સાયબર અપરાધી યુઝરના મોબાઈલને નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરે છે. યુઝરનું નામ, સરનામું અને મોબાઈલ નંબર જેવી અંગત માહિતી મેળવી લેવામાં આવે છે.
ત્યાર બાદ ત્રાહિત વેબસાઈટ પર યુઝરને ડાઇવર્ટ કરીને પેસિવ ઈન્કમ માટે યુઝરને ધકેલવાનો કારસો રચવામાં આવે છે તેમજ 6000 રૂૂપિયા ક્લેઈમ કરવા માટે યુઝરની બેંક માહિતી પણ મેળવવામાં આવી રહી છે. આમ, આ લિંક ફેક અથવા ભ્રામક છે અને ડિમાર્ટને આ લિંક સાથે કોઈ સંબંધ નથી.

સાવચેતી રાખવાની બાબતો
લાલચ આપતી આવી લિંકોથી દૂર રહેવું જોઈએ તેમજ તેને ફોર્વર્ડ કરવાથી પણ બચવું જોઈએ. (2) ઈન્ટરનેટ પર કાર્ય કરતી વેળાએ ઝીરો ટ્રસ્ટ પોલિસીને અનુસરવું જોઈએ. (3) પોતાનો પર્સનલ ડેટા કોઈપણ ત્રાહિત વ્યક્તિ સાથે ક્યારેય શેર કરવો જોઈએ નહીં. (4) કોઈપણ લિંક પર ક્લિક કરતાં પહેલાં એ લિંકને એન્ટિવાઈરસ સોફ્ટવેરથી સ્કેન કરવી જરૂૂરી છે, સાથે બોટ રિમૂવલ ટૂલનો ઉપયોગ કરી શકાય. (5) જો આર્થિક નુકસાન થાય તો 1930 પર કોલ કરીને ત્વરિત ફરિયાદ દાખલ કરવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement