ગુટલીબાજો સાવધાન: શનિવારથી ઓનલાઈન હાજરી ફરજિયાત
સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર, પ્રથમ તબક્કે સચિવાલયના તમામ વિભાગોમાં નવી સિસ્ટમ કાર્યરત
ગુલ્લીબાજ કર્મચારીઓ અને અધિકારીઓને લઈ ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. કચેરીઓમાં અધિકારી અને કર્મચારીઓની હાજરી બાબતે અનિયમિતતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલી તમામ કચેરીઓમાં 1લી ફેબ્રુઆરી 2025થી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ (DAS) ને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં નિયમિતતા અને શિસ્ત જાળવે તે હેતુથી આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે.
સામાન્ય વહીવટ વિભાગે એક આદેશમાં એવો દાવો કર્યો છે કે હાલ ઇન્ટીગ્રેટેડ સિક્યુરિટી એક્સેસ એન્ડ મેન મેનેજમેન્ટ સિસ્ટમ (IWDMS) દાખલ કરવામાં આવેલી છે પરંતુ આ નવી સિસ્ટમના કારણે હાજરીનું વધુ સારી રીતે અને સરળતાથી નિયમન થશે અને મોડા આવતા અધિકારી કે કર્મચારીઓ પર નિયંત્રણ રહેશે.
પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય સંકુલના તમામ વિભાગો ઉપરાંત ગાંધીનગર જિલ્લા કલેક્ટર-જિલ્લા વિકાસ અધિકારીની કચેરી તેમજ કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનમાં આ નવી સિસ્ટમ શરૂૂ કરવામાં આવશે, ત્યારબાદ સરકારની અન્ય કચેરીઓમાં તેનો ધીમે ધીમે અમલ શરૂૂ કરાશે. શરૂૂઆતના ત્રણ મહિના ટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમમાં હાજરીની નોંધણી સાથે વર્તમાનમાં અમલમાં રહેલી હાજરી પ્રથાને ચાલુ રાખવાની રહેશે. આ સિસ્ટમ સબંધિત તમામ કાર્યવાહી અંગેની વ્યવસ્થા સાયન્ય એન્ડ ટેકનોલોજી વિભાગે કરવાની રહેશે. આ સિસ્ટમથી ઓફિસ લોકેશન મેપિંગ, માર્ક એટેન્ડન્સ, એટેન્ડન્સ ટ્રેકીંગ, ડેટા એનાલિસિસ તેમજ રિપોર્ટીંગની સુવિધા આપવામાં આવેલી છે. પ્રત્યેક વિભાગે આ પ્રોજેક્ટના અમલીકરણ અને દેખરેખ માટે સબંધિત વિભાગના નાયબ સચિવ (મહેકમ) દ્વારા સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ (જઙઘઈ) અથવા તેમના દ્વારા અધિકૃત અધિકારી ઓફિસ અને સબ ઓફિસ માટે એડમિન આઇડી બનાવી શકે છે.
અધિકારી કે કર્મચારી પાસે સ્માર્ટફોન ન હોય તો વેબકેમનો ઉપયોગ કરી હાજરી નોંધાવવા માટે એટેન્ડન્સ આઇડી બનાવવાનું રહેશે. આ માટે સબંધિત વિભાગે આઇટી અંગેના કોમ્પ્યુટર, વેબકેમ જેવા જરૂૂરી સાધનોની ખરીદી કરવાની રહેશે. ૠઈંક દ્વારા વિભાગના સિસ્ટમ મેનેજરને ઓનબોર્ડ કર્મચારીઓ માટે તાલીમ આપવાની રહેશે અને જો કોઇ અધિકારી કે કર્મચારીને સમસ્યા હોય તો સિસ્ટમ મેનેજર સહાય પુરી પાડશે.