For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લુખ્ખાઓ ચેતી જજો: ગરબા અને નૃત્ય કલાસીસની બાળાઓને ‘સી ટીમ’ સ્વરક્ષણની તાલીમ આપશે

03:59 PM Sep 06, 2025 IST | Bhumika
લુખ્ખાઓ ચેતી જજો  ગરબા અને નૃત્ય કલાસીસની બાળાઓને ‘સી ટીમ’ સ્વરક્ષણની તાલીમ આપશે

રાજ્યભરમાં નવરાત્રિનો તહેવાર નજીક આવતાં ગરબે રમતી બાળાઓને સુરક્ષાને ધ્યાને લઈને સીઆઈડી ક્રાઈમના મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર જાહેર કરી ગરબા અને નૃત્ય કલાસીસની બાળાઓને સ્વરક્ષણની તાલીમ આપવા અને પેટ્રોલિંગ કરવા સુચના અપાય છે.

Advertisement

રાજ્યભરમાં નવરાત્રીનો તહેવાર નજીક આવતાં જુદા જુદા 500 ગરબા અને નૃત્ય વર્ગોમાં મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે ગરબે રમતી બાળાઓની સુરક્ષાને ધ્યાને લઈને CID ક્રાઇમના મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશક અજય કુમારે આ સંદર્ભમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસ વડાઓને એક પરિપત્ર જારી કર્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યભરમાં આશરે 500 રાસ-ગરબા અને નૃત્ય વર્ગોમાં ગરબા પ્રેક્ટિસ કરવા આવતી છોકરીઓ અને મહિલાઓને સ્વ-રક્ષણ તાલીમ આપવામાં આવશે અને તેમને તેમના નંબર આપવામાં આવશે.733 SHE ટીમો રાજ્યભરમાં રાસ-ગરબા નૃત્ય વર્ગોમાં જવાનું અને સંચાલકો અને ત્યાં ગરબા શીખવા આવતી મહિલાઓ સાથે મીટિંગ કરવાનું શરૂૂ કરી દીધું છે.

આ શી ટીમો મહિલાઓને સ્વરક્ષણ તાલીમ આપશે અને બંને એકબીજાના મોબાઈલ નંબર પણ આપ-લે કરશે. જેથી નવરાત્રિ દરમિયાન અથવા સામાન્ય દિવસોમાં, જો કોઈ મહિલાને પોલીસની મદદની જરૂૂર હોય, તો તે સરળતાથી તેમનો સંપર્ક કરી શકે છે. રાસ ગરબામાં જનારી મહિલાઓ પહેલાથી જ શી ટીમના સંપર્કમાં હશે અને તેમની પાસે તેમના નંબર પણ હશે, જેથી તેઓ ગમે ત્યારે ખચકાટ વિના તેમને ફોન કરી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement