ભાવનગરમાં વાહનમાંથી બેટરી-ટાયર ચોરતી બેલડી ઝડપાઇ
નાની-મોટી 39 બેટરી મળી, 8.11 લાખનો મુદ્દામાલ કબજે, હોટેલ-ઢાબા પર પાર્ક કરેલા વાહનોને જ ટાર્ગેટ કરાતા
વાહનોની બેટરી અને ટાયર વેચવા જતા’તા ને પોલીસે પકડી લીધા, છ ગુનાના ભેદ ઉકેલાયા
ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલ રાત્રી દરમિયાન હાઇવે પર હોટલ-ધાબાના પાર્કીંગમાં તેમજ રોડ ઉપર રાખેલ વાહનોમાંથી બેટરી ચોરી તથા ફોર વ્હીલના ટાયર ચોરી કરતાં એક વિદ્યાર્થી તથા એક મજૂર બંને શખ્સોને 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કારમાં ટાયરો તથા વાહનોની બેટરીઓ વેંચવા જતા હતો ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે, સફેદ ફોર વ્હીલ ગાડીમાં મેગવ્હીલ સાથેના ટાયરો તથા વાહનોની બેટરીઓ વેંચવા માટે નીકળેલ બે ઇસમોઓમાં પંકજ જીતુભાઇ બારૈયા ઉ.વ.24 ધંધો.હીરા ઘસવાની મજુરી રહે.ક્રિષ્ના સોસાયટી, મહાવિરનગર, બુઢણા રોડ, ટાણા ગામ, તા.શિહોર તથા તુલસી કુબેરભાઇ નારીગરા ઉ.વ.25 ધંધો.અભ્યાસ રહે.મોટા ખોખરા ગામ, તા.ઘોઘા વાળાઓને ઝડપી લઇ તેમના કબ્જામાં રહેલ ફોર વ્હીલ ગાડીમાં તેમજ તેઓના રહેણાંક મકાનમાં તપાસ કરતા તેની પાસેથી વાહનોની ફોર વ્હીલ ગાડીના મેગવીલ સાથેના ટાયર નંગ-5 કિ.રૂૂ.85,000, વાહનોની અલગ-અલગ કંપનીની નાની-મોટી બેટરીઓ નંગ-39 કિ.રૂૂ.2,06,000, કાર કિ.રૂૂ.5,00,000 ચોરી કરવામાં ઉપયોગમાં લેવાતા સાધનો(નાના-મોટા પાનાઓ, વાયર કાપવાનું મોટુ કટર, જેક, લોખંડની ટોમી) કિ.રૂૂ.3,000 તથા મોબાઇલ ફોન નંગ- 2 કિ.રૂૂ.17,000 મળી કુલ કિ.રૂૂ.8,11,000 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, નાની-મોટી બેટરીઓ તથા ફોર વ્હીલના મેગવ્હીલ સાથેના ટાયરો તથા બેટરીઓ ખોલવા માટેના પાનાઓ, વાયર કાપવાનું કટ્ટર, જેક સહીતનો ચોરી કરવામાં ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ મળી આવેલ. તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે આધાર-પુરાવા ન હોય. આ તમામ મુદ્દામાલ શંકાસ્પદ મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
આરોપીઓની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી રાત્રીના સમયે પોતાની ફોર વ્હીલ ગાડી લઇ ભાવનગર જીલ્લામાં અલગ-અલગ સ્થળોએ હોટલ-ધાબાના પાર્કીંગમાં તેમજ રોડ ઉપર રાખેલ વાહનોને ટાર્ગેટ કરી વાહનોમાંથી ટાયરો તથા બેટરીઓ ખોલવા માટેના પાનાઓ, જેક, વાયર કાપવાનું મોટુ કટર વડે બેટરીઓના વાયરો કાપી ચોરી કરતા હોવાની કબુલાત કરેલ હતી.
અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધાયા ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલ જુદા પોલીસ સ્ટેશનમાં પંકજ જીતુભાઇ બારૈયા તથા તુલસી કુબેરભાઇ નારીગરા બંને શખ્સો વિરુદ્ધ કુલ 6 જેટલા ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો, જેમાં ઘોઘા પોલીસ પથકમાં ત્રણ ગુના નોંધાયા હતા, જ્યારે વરતેજ પોલીસ સ્ટેશન, સિહોર પોલીસ સ્ટેશન તથા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એક-એક ગુન્હા નોંધાયો હતો.